________________
૧૮૦ :
શારદા સરિતા એક સામાયિકમાં કેટલી શક્તિ છે! શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે માત્ર બે ઘડીની એક સામાયિકથી બાણુડ ઓગણસાઠ લાખ પચીસ હજાર નવસો પચ્ચીસ અધિક પોપમનું દેવભવનું આયુષ્ય બંધાય છે. એ સામાયિક જે ઉત્કૃષ્ટ ભાવથી કરે તે મુક્તિના દ્વારે પહોંચાડે છે. બંધુઓ! તમે ભલે બીજું કાંઈ ન કરે પણ દરરોજ બે ઘડીની એક સામાયિક શુદ્ધ ભાવથી કરે તો પણ આત્માનું કલ્યાણ થાય.
આજે મહિનાના ધરનો પવિત્ર દિવસ છે. આજથી રાગ-દ્વેષ કે ધાદિ કષાયને તિલાંજલી આપજે. આત્મબાગમાં ફરવા, વૈરાગ્ય ભુવનમાં વિચરવા અને આહાર સંજ્ઞા પર વિજય મેળવવા તૈયાર થજે. પ્રભુએ એકમાસી, બેમાસી, ત્રણમાસી ને ચોમાસી તપ કર્યા હતા. આવા ઉગ્ર તપમાં પણ કેવા ઉપસર્ગો નડયા. તિર્યંચમાં ચંડકૌશીકે ડંખ માર્યો, મનુષ્યભવમાં ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા, ને દેવમાં સંગમે છ છ મહિના સુધી કઠેર ઉપસર્ગો આપ્યા. પારણના દિવસે ગૌચરી જાય ત્યારે આહાર પાણી સૂઝતા હોય તે અસૂઝતા કરી નાંખે. ઠંડીમાં વિહાર કરે ત્યારે રેતીના ઢીંચણસમા ઢગલા કરી દે. ધ્યાન કરે ત્યારે ધગધગતી રેતીને વરસાદ વરસાવે છતાં પ્રભુ પાનમાંથી સહેજ પણ ચલાયમાન ન થયા. મોક્ષ મેળવવા માટે પ્રભુએ કેવા કષ્ટો વેઠ્યા છે અને તમારે તે ઘરમાં બેઠા મેક્ષ જોઈએ છે તે કયાંથી મળે? મેક્ષ જોઇતું હોય તે સંસારના રંગરાગ છેડવા પડશે.
જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુને વંદન કરી એક ચિતે દેશને સાંભળતાં પ્રભુમય બની ગયા. પ્રભુ તું તે હું ને હું તે તું. પ્રભુ ! મને તારા જેવો બનાવી દે. જેમ જીવ ચાલ્યા જાય ને કલેવર પડ્યું રહે તેને કઈ હલાવે, ચલાવે કે મારે તો હાલે ચાલે નહિ. તેમ જમાલિકુમાર પ્રભુના સસરણમાં દાખલ થયા ત્યારથી સંસારના રંગરાગ અને પુદ્ગલે પ્રત્યે નિર્જીવ બની ગયા હતા. એટલે રંગરાગથી મુક્ત બનીને ગયા હતા. પ્રભુની વાણી સાંભળતાં એકતાર બની ગયા અને હદય પ્રફુલ્લિત બની ગયું હતું. નાથ! શું તારી વાણીમાં જાદુ ભર્યું છે! તારા એકેક શબ્દ મારા હૈયાને હચમચાવી દીધું છે. બસ, હવે મને આ સંસાર દાવાનળ જેવું લાગે છે. એને છોડીને તારા જે બની જાઉં એ વેગ ઉપડે છે. એનો સંસાર સ્વર્ગ જે હતો છતાં દાવાનળ જેવો લાગે અને આજના શ્રીમંત જે ધર્મ સમજતા નથી તે શું બોલે છે? આ ભવેમાં જે સુખ મળ્યું છે તેને ભોગવી લે. આ ભવ મીઠ, પરભવ કોણે દીઠ? બસ ખાવ-પી ને મઝા ઉડાવે. ધર્મ કરવાની શી જરૂર છે? આવું બોલનારને ભગવાન કહે છે મહામિથ્યાત્વી છે. એક પિતે ધર્મ કરે નહિ ને બીજા કરે તેને આવું ભમાવી દે. એવા છે મરીને દૂર્ગતિમાં ચાલ્યા જાય છે.
જમાલિકુમારને હર્ષ વધતું જાય છે. જેમ વેપારીને વેપારમાં એકદમ ન