________________
શારદા સરિતા
૧૭૧
ભેંકાઈ ગયા. લોહી નીકળ્યા છતાં મુનિ તે તેમના ધ્યાનમાં અડગ રહ્યા.
મુનિ તે પિતાનામાં મસ્ત છે. પણ ત્યાંથી એક માણસ પસાર થયો. તેણે મુનિની આ દશા જોઈ એટલે ગામમાં જઈને શ્રાવકેને કહ્યું આમ બેસી શું રહ્યા છે? ગામ બહાર નદીમાં તમારા ગુરૂને એક ખેડૂત કાંટા સેંકે છે અને ખૂબ હેરાન કરે છે. ગુરૂને કષ્ટ પડ્યું છે એવા સમાચાર સાંભળી ભાવિક શ્રાવકે તરત દેડયા ને પેલા ખેડૂતને પકડી પહેલાં ખૂબ માર મારી કેટડીમાં પૂરી દીધે. પછી ગુરૂના શરીરમાંથી કાંટા કાઢી નાંખ્યા ને કપડાથી શરીર લૂછી નાંખ્યું. મુનિ બેઠા થવા. થેડી વારે સ્વસ્થ બનીને ચાલવા લાગ્યા એટલે શ્રાવકે કહે છે ગુરૂદેવ! આપને કાંટા ભૂકનાર ખેડૂતને અમે મારીને કેટડીમાં પૂર્યો છે. અમારા ગુરૂને માર મારનારને અમે કંઈ છેડા એમ છેડી મૂકીએ? ત્યારે ગુરૂ કહે છે એમાં એને શું દેષ છે? દેષ મારા પૂર્વ કર્મને છે. તમે એને છોડી મૂકે. ત્યારે શ્રાવકે કહે છે અમે એમ ન છોડીએ. એના ગુન્હાની પૂરી શિક્ષા કરીશું. ત્યારે મુનિ કહે છે જે તમે એને મુકત નહિ કરે તે હું અઈનું પારણું નહિ કરું. આ રીતે મુનિએ કહ્યું એટલે શ્રાવકેએ ખેડૂતને છોડી મૂક્યો. ત્યારે ખેડૂત સંતના ચરણમાં પડી ગયા. અહ! આ શું મુનિની કૃપા છે. એમની કૃપાથી હું છૂટ છું. નહિતર આ વાણિયા મને મારી નાંખત. પિતાને કષ્ટ આપનાર પ્રત્યે પણ જે આટલી દયા રાખે છે તો તે કાંઈ અમારા પેટ ઉપર પાટું મારવાને વિચાર ન કરે. આમ વિચાર કરી પોતાના મનમાં જે વિચાર આવ્યા હતા તે મુનિની સમક્ષમાં કહી દે છે. પછી મુનિને વારંવાર વંદન કરી ચાલ્યો ગયો. એને પણ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. આવા મહાન, ક્ષમાવાન પરિસોને જીતનાર તપસ્વી મુનિરાજે મહાન ઉપસર્ગો સહન કરી કે સમભાવ રાખે! ધન્ય છે આવા પવિત્ર સંતોને! આપણે પણ આવી સમતા રાખીએ તે માનવજીવન સફળ થાય.
પેલે મંત્રી અને ખેડૂત બંને સંતના ચરણમાં પડી ગયા ને તેમના ભક્ત બની ગયા. ધન્ય છે મુનિવર આપને ! વારંવાર વંદન કરીએ છીએ. બંધુઓ! જુઓ, કસોટી કેની થાય છે? જેની દુનિયામાં કિંમત છે એની કસોટી થાય છે. કથીરની કઈ કસોટી કરતું નથી. કંચનની કસોટી થાય છે. કુસતીની કસોટી ન હોય, સતીની કસેટી થાય. આગળની સતીઓની કેવી કસોટી થઈ છે તેમ સાચા સંતની પહેલાં કટી થાય છે. પછી એની કિંમત અંકાય છે. પેલા લળીલળીને વંદન કરે છે ને બોલે છે ધન્ય ધન્ય મુનિવર વંદન વાર હજાર–ત્યારે સંત કહે છે ભાઈ! મેં કાંઈ વિશેષ નથી કર્યું. હું તો મારા મુનિ ધર્મમાં રહું છું. મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે મને મારા ગુરૂએ કહ્યું હતું કે તારામાં બાવીસ પરિસહ જીતવાની તાકાત છે? ભૂખ લાગશે, તરસ લાગશે તે કઈ લાકડી લઈને મારવા આવશે પણ આહાર પાણી નહિ મળે. જે તારામાં સહન કરવાની