________________
શારદા સરિતા
૧૫૯ નથી. પાંચ નવકારમંત્રનું જ્ઞાન ભલે હો પણ એ સમ્યકજ્ઞાન હશે તે ઘાતકર્મની બેડીઓ તેડીને અરિહંતપદ પ્રાપ્ત કરાવશે. એવા સિદ્ધાંતમાં કંઈક દાખલાઓ મોજુદ છે.
એક વખત એવો તલસાટ ઉપડે જોઈએ કે જ્યારે નિજ ઘરમાં પ્રવેશ કરૂં કયાં સુધી ભવમાં ભમીશ રહેવા માટે ઘરનું ઘર ન હોય તે વિચાર કરે છે કે વારંવાર કયાં સુધી ઘર બદલાવીશું? આ ડબલા કેટલીવાર ફેરવાફેરવ કરવા. હવે તે કંટાળી ગયા. ગમે તેમ થાય, દાગીના વેચીને પણ ઘરનું ઘર કરી લઈએ તો આ ડખા ફેરવવા મટી જાય. ત્યાં આવો વિચાર આવ્યું, પણ આત્મા તરફ દષ્ટિ કરી છે? કદી એમ થાય છે કે
ક્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરીશ ને આ દેહના ડબલામાં પૂરાઈ રહીશ અને કેટલા દેહ બદલીશ? જ્યારે આવો વિચાર આવશે ત્યારે આત્માની રોનક બદલાઈ જશે. જેમ કે માણસ પહેલાં ગરીબ હોય કે પછી ધનવાન બને ત્યારે એના ખાનપાન, પહેરવેશ બધી રોનક બદલાઈ જાય છે તે સમ્યકત્વનો સ્પર્શ થાય ત્યાં આત્માની રોનક બદલાઈ જાય તેમાં શું નવાઈ? શરીરની રોનક ઘણીવાર બદલાય પણ હવે આત્માની રોનક બદલાવે તે આ માનવજીવન સફળ બની જાય.
સુબાહુકુમાર એક વખત ભગવાનના દર્શન કરવા ગયા. પ્રભુની વાણી સાંભળીને પહેલા બાર વ્રત અંગીકાર કરી શ્રાવક બન્યા. દર્શન કરીને ગયા પછી મૈતમસ્વામી પ્રભુને પૂછે છે પ્રભુ! આ સુબાહુકુમારે પૂર્વભવમાં એવી શું કરણી કરી કે જેથી -
“ દવે, તરે, વિવિ,
ममणुन्ने भणाभरुवे-सोमे सुभगे पियदंसणे सुरुवे।" તે બધાને ઇષ્ટ લાગે છે, પ્રિય લાગે છે, એનું રૂપ આવું સુંદર છે, બધાને એનું રૂપ મને જ્ઞ લાગે છે, સેમ્ય લાગે છે, જેનું દર્શન પ્રિય છે એવું સુંદર રૂપ છે. ત્યારે પ્રભુ કહે છે હે ગૌતમ! એ બધો સુપાત્ર દાનને પ્રભાવ છે. આ સુબાહકુમારનું દૃષ્ટાંત સાંભળીને તમને એવી ભાવના જાગે કે મારે સુપાત્ર દાન દેવું છે તે તમે અમલ કરી શકશે, પણ કેઈ માણસ અમેરિકામાં વસતે હોય તે ભલે કરેડપતિ હોય પણ એ સુપાત્ર દાન દઈ શકવાનો છે? ત્યાં તેના હાથ પવિત્ર બનવાના છે? અનાર્ય દેશમાં સંત સતીજીનું આગમન ન થાય. તમે કેટલા પુણ્યવાન છો. તમને બધું મળ્યું છે પણ દષ્ટિ બદલવાની જરૂર છે. વૃત્તિમાં વળાંક આવે તે જીવન પલટાયા વિના રહે નહિ.
પુદગલને પૂજારી બની સંસાર વધાર્યો. સંસારની પરંપરા કાપવા દીક્ષા લીધી. પણ પુદ્ગલને રાગ ન છૂટે તે હજુ સંસારમાં છે. સાચા સાધકની દશા કેવી હોય? તપશ્ચર્યા કરવાના દિવસે ચાલી રહ્યા છે. તપસ્વીને તપ કરતા જોઈને ભાવ થઈ જવા જોઈએ કે આણે અન્નને સર્વથા ત્યાગ કર્યો છે તે હું બધાં સ્વાદ ન કરું તે ન ચાલે? મારે તો પેટની ભૂખ શમાવવા માટે ખાવું પડે છે. જ્ઞાની કહે છે ભૂખ બે પ્રકારની છે.