________________
શારદા સરિતા
૧૪૪
પડે કે તમારૂં ગામમાં કેટલું માન છે ! આજે બહાર ગઈ તે કુંભારે આવું કહ્યું. મને તે ખૂબ શરમ આવે છે. મારી સખીઓની વચમાં એક કુંભારે મારું અપમાન કર્યું. ગમે તેમ કરો પણ આ કલંક ઉતારે તો હું તમારી સાથે બોલીશ ને ખાઈશ. શેઠાણીના વચન સાંભળી શેઠના મનમાં એમ થયું કે હું આટલો કંજુસ બન્યા ત્યારે આ દશા આવીને? મારી પત્નીને આવા વેણ સાંભળવા પડ્યાને ! શેઠની આંખ ખુલી ગઈ. આ પૈસો ને ઘરબાર કયાં સાથે આવવાના છે? શેઠ કહે છે આ કલંક ઉતારવા હું એક દાનશાળા બોલું છું. શેઠાણીને આનંદ થયો. શેઠે દાનશાળા ખોલી. ગરીબ, નિરાધાર, સ્વધર્મી બધા એનો લાભ લેવા લાગ્યા ને શેડની આબરૂ વધી ગઈ અને શેઠનું જીવન સુધરી ગયું ને માનવજીવન સાર્થક કર્યું.
જમાલિકુમારને ઘેર રિદ્ધિસિદ્ધિને તૂટ નથી. દેવ જેવા સુખ ભોગવતો હતે. એની લક્ષ્મીપુન્યાનુબંધી પુણ્યની હતી. એવા સુખ ભોગવવા છતાં જ્યાં ખબર પડી કે ત્રણ લેકના નાથ ભગવાન મહાવીર પધાર્યા છે. ત્યાં એના દિલમાં રણકાર જાગ્યે શું મારા નાથ પધાર્યા છે? હવે મારાથી કેમ બેસી રહેવાય? જે પુણ્યના ફળ ભેગવતાં દૂર્ગતિ થાય તે સુખ ખાટું, પણ જે પાપ: ભગવતાં પરિણામમાં આત્મશુદ્ધિ કરી સદ્દગતિ મળે, ધર્મ ગમે તે સારું. પાપાનુબંધી પુણ્ય ભેગવતાં જીવને મે જમજા ગમે છે. ધર્મ ગમતું નથી. હરેકેશી મુનિ ભોગવતાં હતાં પાપ પણ એ પાપ ભોગવતાં પુણ્ય બાંધતા હતા. હરેકેશી મુનિ ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા પાપકર્મ ભેગવતા સંસારની એક ઘટના જોઈ વૈરાગ્ય આવ્યે. દીક્ષા લીધી. શુદ્ધ સંયમનું પાલન કરતા હતા અને એવો કઠોર તપ કરતા હતા કે એના તપ ને સંયમના પ્રભાવથી યક્ષ તુષ્માન થશે. પારણના દિવસે બ્રાહ્મણ જ્યાં યજ્ઞ કરતા ત્યાં ગૌચરી ગયા. બ્રાહ્મણોએ તેમને હેરાન કરવામાં બાકી ન રાખ્યું. અંતે એમના તપ-સંયમના પ્રભાવથી યક્ષે બ્રાહ્મણની આંખ ખોલાવી. જે બ્રાહ્મણે તિરસ્કાર કરતા હતા તે પ્રેમથી આગ્રહ કરીને વહોરાવવા લાગ્યા અને ત્યાં મા ખમણના તપસ્વી હરેકેશી મુનિનું પારણું થયું. પારણું થતાં શું ચમત્કાર બને છે
तहियं गन्धोदय पुप्फवासं, दिव्वातहिं वसुहाराय वुढा । पहयाओ दुन्दुहीओ सुरेहि, आगासे अहो दाणं च धुटठं॥
ઉત્ત. સૂ. અ. ૧૨, ગાથા ૩૬ અરિહંત સિવાય બીજા કોઈના પારણામાં દેવ પાંચ પ્રકારની વૃષ્ટિ કરે નહિ અને હરકેશી મુનિનું પારણું થતાં પાંચ પ્રકારની વૃષ્ટિ થઈ. આ મુનિ પોતાના પાપકર્મના ઉદયથી ચંડાળ કુળમાં જન્મ્યા, ઘણું કષ્ટ સહન કર્યું પણ સમભાવમાં સ્થિર બની સંયમ લઈ ઉગ્ર તપ કરવાથી કર્મ ખપાવી મેક્ષે ગયા. ભરત ચક્રવર્તિ પુણ્યાનુબંધી પુણ્ય