________________
શારદા સરિતા
૧૩૯
વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૧ ને સેમવાર
તા. ૩૦-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસ્ત્રકાર ભગવાને જગતના જીવોના ઉદ્ધાર માટે સાચો રાહ બતાવતાં કહ્યું છે ભવ્ય છે! આ સંસારમાં બે માર્ગ છે. એક સંસાર અને બીજે મેલ. સંસાર-જન્મ જરા ને મરણના દુઃખથી ભરેલું છે. ત્યાં ક્ષણવારનું સુખ નથી અને મેક્ષમાં અનંત આત્મિક અવ્યાબાધ સુખ રહેલું છે. તે હવે બેમાંથી કયે માર્ગ અપનાવે તે આપણા હાથની વાત છે.
અનંતકાળથી આ જીવે સંસારના પાયા મજબૂત કરે એવો પુરૂષાર્થ કર્યો. સંસારસુખ મેળવવાની આશાથી અનંતકાળથી મહેનત કરી, કાળા ધોળા કર્યા, અન્યાય અનીતિ ને અધર્મનું આચરણ કર્યું, પાપના કાર્ય કરવામાં બાકી ન રાખ્યું. હવે તે સુખ મળ્યું હશે ને? કે એમ નથી કહેતું કે અમે સુખી છીએ. માની લો કે જમ્બર પુણ્યને ઉદય હોય તે બધી રીતે સાનુકૂળ સંગે તમને મળ્યા હશે તે પણ એ સુખ આવેલું કદી નહિ જાય, એ સુખ કદી દુઃખરૂપે નહિ પરિણમે એવું નકકી છે? સંસારમાં બધી પર્યાયે પલટાયા કરે છે.
જે આજ તે કાલે નહિ, ઘડીએ ઘડી પલટાય છે.
તેથી જ આ વિશ્વમાં, શાંતિ નહિ જણાય છે.
આજે જે સુખ હોય છે તે કાલે નથી હોતું. આજે જે તંદુરસ્તી હોય છે તે કાલે કયાંય ચાલી જાય છે. અચાનક બીમારી આવીને ઉભી રહે છે. આજે આનંદમાં મસ્ત બનીને બેઠા છે તે એ આનંદ છેડા સમયમાં શેકના રૂપમાં પલટાઈ જાય છે. આવું સંસારનું સ્વરૂપ છે. જેમાં સુખ છે જ નહિ છતાં જીવ અજ્ઞાનને કારણે સુખની કલ્પના કરી મિથ્યા દેટ લગાવી રહ્યો છે.
જે આત્માઓ મોક્ષને માટે પુરુષાર્થ કરે છે તે બધે કાયમી સુખ માટે છે. એ સુખ કદી જવાનું નથી અને સંસારનું સુખ કદી કાયમ ટકવાનું નથી. આવા સુખ માટે મહેનત શા માટે કરી રહ્યા છે? ભગવાન કહે છે હે માનવ! આ સંસારમાં સુખ જ નથી પછી તું ગમે તેટલું શોધીશ તો પણ ક્યાંથી મળવાનું છે? લોખંડની ખાણમાં ગમે તેટલું ઊંડુ ખેદે તે પણ સોનું ન મળે. કારણ કે ખાણ લોઢાની છે તે સોનું કયાંથી મળે? સર્પના મુખમાં એકલું ઝેર ભર્યું છે ત્યાં કઈ માણસ અમૃત મેળવવાની આશા કરે તે મળવાનું છે? ના, તેમ સંસારમાં સુખની આશાથી ભયા કરશે તે પણ સુખ નહિ મળે. જીવતાં જીવની કેવી અજ્ઞાન દશા છે કે અનંત કાળથી આટલી મહેનત કરવા