________________
૧૩૦
શારદા સરિતા
બોલ્યા ગુરૂદેવ! આજે મેં પારણની પૂર્ણ તૈયારી કરી છે. મારે અચાનક લડાઈમાં જવાનું થયું છે, છતાં આપની રાહ જોઈને દરવાજે ઉભો હતો. તે પહેલાં હું અંદર લડાઈની તૈયારી માટે સૂચના આપવા ગયે તે સમયમાં આ૫ આવીને ચાલ્યા ગયા અને અમારું કેઈનું ધ્યાન ન રહ્યું. હજુ તો આપ તપોવનમાં પહોંચ્યા નથી તો મારા ઘેર પારણું કરવા પધારે. તપસ્વી કહે હું તમારે ત્યાં આવ્યું હતું પણ યુદ્ધની તૈયારી ચાલતી હતી અને કેઈએ પધારે એટલું પણ ન કહ્યું એટલે થોડીવાર રોકાઈને હું પાછો ફર્યો છું. મારે નિયમ છે કે હું એકવાર પાછો ફર્યો પછી ફરીને જતો નથી. એ મારે નિયમ છે માટે હવે મને આગ્રહ ન કરે, કારણ કે તપસ્વીઓ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારા હોય છે અને આહાર મળે કે ન મળે તેમાં સમભાવ રાખે છે. માટે તમે ચિંતા ન કરો. રાજાને ખૂબ દુઃખ થાય છે કે હું કે પાપી ! આપને ભૂખની પીડા કેટલી સતાવતી હશે! હું પારણું કરવાનું આમંત્રણ આપીને પારણું કરાવતું નથી. એના કરતાં આમંત્રણ ન આપતો હોઉં તે સારું. બીજા કઈ તે પારણું કરાવે ને! ગુરૂદેવ ! હું આપની સામે ક્યા મોઢે બોલી શકું. મને કુલપતિ પાસે જતાં પણ શરમ આવે છે. પિતાની ભૂલનો પશ્ચાતાપ કરતે રાજાને જોઈને અગ્નિશર્માને વિચાર થયો કે અહો ! રાજાની કેટલી પવિત્ર ભાવના છે! બે વખતથી હું તેને ઘેરથી પાછો ફરું છું, તેને તેના દિલમાં કેટલે અફસ છે, કેટલે ઝૂરાપ છે અને તેને ગુરૂવર્યોની સેવા કરવાને કે અનુરાગ છે! જ્યાં સુધી હું તેને ઘેર પારણું નહિ કરું ત્યાં સુધી તેને શાંતિ નહિ થાય એમ વિચારી અગ્નિશર્મા કહે છે રાજન! તમે નકામો ખેદ પામો છે ! એમાં તમારે કોઈ દોષ નથી. તમે ચિંતા ન કરે. તમને ખૂબ દુઃખ લાગે છે તે તેના માટે એક ઉપાય છે કે જે બીજું કંઈ પણ નિમિત્ત ઉભું નહિ થાય તે પારણાને દિવસે તમારા ઘરને આહાર ગ્રહણ કર. એ તમારી પ્રાર્થના હું સ્વીકારું છું. તમે દુઃખ ન લગાડશે. રાજા કહે ગુરૂદેવ! આપની મારા ઉપર કેટલી કૃપા છે! સંતો તો મહાન ઉપકારી હોય છે. મેં આપને આટલું કષ્ટ આપ્યું છતાં આપે તે મારા ઉપર મહેર કરી છે. આપનો જેટલે ઉપકાર માનું એટલે ઓછો છે. એમ કહી વંદન કરીને કહે છે, હવે કુલપતિ પાસે દર્શન કરવા જતાં મને લજજા આવે છે એટલે નથી જતો. યુદ્ધમાં જવાનું મન થતું નથી. અગ્નિશમને વંદન કરીને રાજા પિતાના મહેલે આવ્યા. સેનાપતિને લડાઇમાં જવાની આજ્ઞા આપી. ગુણસેન રાજાનું લશ્કર જેઈ પેલો રા જ ભયભીત થઈને ભાગી ગયે. અહીં રાજા એકેક દિવસ ગણે છે. રાજ્યનું કામ કરતો નથી. એનું મન તપસ્વીનું પારણું કરાવવામાં રમે છે. આ તરફ અગ્નિશર્મા પાછા આવ્યા જોઈ તાપસ પૂછે છે શું આજે પારણું નથી થયું? ત્યારે અગ્નિશર્મા બધી વાત કરે છે અને ત્રીજા પારણનું વચન આપ્યું છે એમ કહ્યું એટલે એમના ગુરૂ ખુશ થઈ ગયા અને અભિનંદન આપ્યા.