________________
૧૨૬
શારદા સરિતા સબંધ પૂરો થયે. મારે ને તમારો સબંધ તે અનેકવાર થયું છે. હવે સબંધ પૂરો થાય છે. તમે રડશે નહિ, ખૂરશે નહિ એમ કહીને પિતાના માથેથી વાળની લટે ઉતારીને રામની પાસે નાંખે છે. આથી રામચંદ્રજીને મૂછ આવી જાય છે. ભાનમાં આવે છે ને ઝૂરે છે. તે વખતે લક્ષ્મણજી કહે છે મેટા ભાઈ ! તમે આ શું કરે છે? મારા ભાભી નેહભરેલો સંસાર છોડી સંયમી બને છે તે આપણે દીક્ષા મહોત્સવ ઉજવવાનો છે. અંતે સીતાજી સંયમ લે છે. ટૂંકમાં ગમે તેવા પ્રસંગે આવી જાય પણ જેનામાં તત્વજ્ઞાન છે તે સારા અને ખોટા બંને પ્રસંગમાં સમતોલ રહી શકે છે. સીતાજીમાં તત્ત્વજ્ઞાન હતું તે મહાન દુઃખના પ્રસંગમાં પણ પૈર્ય રાખ્યું અને કર્મના બંધને તોડી નાંખ્યા.
' જેને આત્મા જાગ્રત બને છે તે જમાલિકુમાર કંચુકીને પૂછે છે કે આજે શું છે? ત્યારે તે કહે છે કે દેવને, યક્ષને કે કિન્નરને કોઈ મહોત્સવ નથી. આ બધા લોકો આનંદભેર જઈ રહ્યા છે તેનું કારણ એ છે કે__“एवं खलु देवाणुप्पिया समणे भगवं महावीरे जाव सव्वण्णू सव्वदरिसी माहण
कुंडग्गाम णयरस्स बहिया बहुसालए चेइए अहारूवं
उग्गहं जाव विहरइ तेणं एए बहवे उग्गा भोगा जाव - अप्पेगइया वंदणवत्तियं जाव णिग्गच्छइ।"
હે દેવાનુપ્રિય! આજે આપણા નગરની બહાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. કંચુકીને આટલું બોલતા મુખ ઉપર આનંદ સમાતો નથી. પ્રભુ બહુશાલ નામના ચિત્યમાં બિરાજે છે ત્યાં આ બધા પ્રભુના દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા જઈ રહ્યા છે. આટલું સાંભળતાં જમાલિકુમારને સંસારનો આનંદ આકરા લાગ્યા. બસ હવે તે લગની લાગી છે પ્રભુના દર્શનની.
- બંધુઓ ! તમને શેની લગની લાગી છે ધનની કે ધર્મની? બોલે--બોલે. જલદી કરો. લક્ષ્મીની લગની છેને? એક લાખ મળ્યા તે દશ લાખ કેમ મેળવું અને દશ લાખ મળ્યા તો કેડ કેમ મેળવું! જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ ભેગ વધતા ગયા. વર્ષોથી ઉપાશ્રયમાં વ્યા, સંત સમાગમ કર્યો, મેટા ગ્રંથે વાંચ્યા પણ જીવનમાં સુધારે થયો? એક સંતના સમાગમથી વેશ્યા જેવી વેશ્યા શ્રાવિકા બની ગઈ. થૂલિભદ્ર કેશ્યાને ઘેર ચાતુર્માસ રહ્યા ને કેશ્યાને શ્રાવિકા બનાવી દીધી. એ કશ્યાએ નિયમ કર્યો હતો કે હું મારા ગુરૂજી સ્થૂલિભદ્રજીની સાથી શ્રાવિકા કયારે કહેવાઉં! કઈ કર્મોદયથી સાધુ પડવાઈ થતો હોય અને તેને સંયમમાં સ્થિર કરે ત્યારે. એણે તો સાધુને સ્થિર બનાવવાની પ્રતિજ્ઞા કરી પણ તમે શું કર્યું ? તમારામાં એટલું પાણી છે કે મારા ઘરમાં નાના કે મોટા કોઈ ધર્મ પામ્યા વિના ન રહેવા જોઈએ. મારા આખા