________________
૧૨૪
શારદા સરિતા
પટરાણીપ આપવામાં આવ્યું. એ વખતે સીતા મહારાણીના શુભ કર્મને ઉય હતા કે એ જે કહે તેટલુ થતુ હતુ. એની સેવામાં હ્રાસઢાસીએ હાજર રહેતા હતા. એની આજ્ઞાનું કે ઈ ઉલ્લંઘન કરી શકતુ ન હતું. એ સીતાજીના જ્યારે અશુભ કર્મના ઉદ્દય થયે। ત્યારે અાવ્યાની પ્રજામાંથી કાઈ અજ્ઞાન વ્યકિત ખેલી કે આવા સમ્રાટ રાવણને ઘેર ગયા પછી એ સીતા શું સતી રહી હશે! એટલા શબ્દે એના અશુભ કર્મના ઉદ્દય થયા.
દેવાનુપ્રિયેા! તમને સમજાય છે ને કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે! ક્ષણ પહેલાં કેવી કંચન જેવી કાયા હૈાય છે અને ક્ષણવારમાં શું અને છે! એક સમય એવા હાય કે જ્યાં જાએ ત્યાં તમને માન મળે, સૈા ખમ્મા ખમ્મા કરે અને એક સમય એવે આવી જાય કે કોઇ તમારા સામું પણ ન જુવે. જશ મળવાને બદલે જુત્તાના માર પડે. કર્મના ઉદય આગળ મેાટા ચક્રવર્તિનું અભિમાન પણું હેઠું પડી જાય છે. આ કર્મના ઉદયનું જેને ભાન હોય તે કર્મબંધન થાય તેવું એક પણ કા ન કરે. આ જીવને સંસારમાં કયાં સુખ છે! ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ, ઘડીકમાં હ ને ઘડીકમાં શાક. ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ. આવી રીતે એકબીજા ઉપર સરકવું તેનું નામ સંસાર. આખા સંસાર કર્મી અને મેહની ગુલામી નીચે ચાલે છે. એક દિવસમાં પણ કેટલીય વખત સુખ-દુઃખના પ્રસંગ ઉપસ્થિત થતા હશે. તમારૂ ધાર્યું થાય તે સુખ અને ધાર્યું ન થાય તેા દુ:ખ થાય છે ને?
સીતાજી મહારાણી બનીને અચેાધ્યાના મહેલમાં મ્હાલતા હતા. અને ગર્ભવતા હતાં તે વખતે એને કેટલેા આનંદ હશે! પણ લેાકવચનથી સીતાજી ગર્ભવતા હતા તે સમયે રામે એમને વનમાં મેકલ્યા તે વખતે કેવા દુઃખમાં મૂકાઇ ગયા! ગર્ભવતી ખાઈની સા યા કરે છે ત્યારે રામ લેાકવચન સાંભળીને ધીરજ ધારી શક્યા નહિ. સીતાજીને એવી સ્થિતિમાં એકલા અટૂલા નિરાધાર જંગલમાં મેાકલી દીધા. જંગલમાં વાઘ વરૂના ત્રાસથી બચવા માટે એક નાનકડું શસ્ર પણ ન હતુ. ભૂખ લાગે તે ખાવા સાથે ભાતુ ન હતું. અરે! પ્રસૂતિ થાય ત્યારે અઢલવા ખીજું વજ્ર પણ ન હતું. આવી સ્થિતિમાં ગ!ઢ જંગલમાં સીતાજીને મૂક્યા. કેવા સુખમાંથી કેવા દુઃખમાં જવું પડયું! મૂકવા જનાર સારથી પણ ખૂબ રડયા કે આ મારા પાપી પેટને ખાતર મહાસતી સીતાને મારે આ સ્થિતિમાં જંગલમાં મૂકવા પડયા? કેવા પાપી છુ? સીતાજીને જંગલમાં મૂકી સારથી અશ્રુભરી આંખે પાછો ફર્યો. સીતાજી એકલા પડ્યા પણ એ રામચંદ્રજીને જરાય દોષ કાઢતા નથી. પેાતાના પાપકર્મના ઉદયથી આ બધુ બન્યુ છે એમ માનતા હતા.
“સીતાજીના ચારિત્રના પ્રભાવ :- આવા દુઃખમાં પણ સીતાજીના પુણ્યદયે એક રાજા ફરવા માટે જંગલમાં આવ્યેા. સીતાને જોઈને મનમાં થયું કે આ! સ્ત્રી કેાઈ સતી છે. પણ કષ્ટમાં આવી પડી છે. પેાતાના ધર્મની બહેન ગણીને પેાતાના મહેલમાં