________________
૧૦૬
શારદા સરિતા મને બહુ આનંદ થયે. પણ એ મહાન તપસ્વી ક્યાં છે? મારે એમના દર્શન કરવા છે. એમના દર્શન કરીને પવિત્ર બનું. જેમ શ્રેણીક રાજા પ્રભુના દર્શન કરવા ગયા ત્યારે પૂછયું ભગવંત! આપના આટલા શિષોમાં કર્મની મહાનિર્જરા કરનાર કોણ છે? ત્યારે પ્રભુએ કહ્યું કાકંદી નગરીના ધન્ના અણગાર છ3છના પારણું કરે છે ને પારણુને દિવસે બધા જમી લીધા પછી વધેલા ભાત લાવીને આયંબીલ કરે છે. તે વખતે શ્રેણીક રાજા ધન્ના અણગારને લળીલળીને વંદન કરવા લાગ્યા ને કહ્યું ધન્ય છે આપના જીવનને ! આ ઉગ્ર તપ કરીને સંયમ લઈ આપે જન્મ અને જીવન સફળ કર્યું.
ગુણસેન રાજાનું અગ્નિશર્મા પાસે ગમન ને પારણનું આમંત્રણ” .
અગ્નિશર્માતાપસ એક આંબાના વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠા હતા. ત્યાં ગુણસેન રાજાને મોકલે છે. અગ્લિશર્મા આ તપ કેટલા વખતથી કરે છે. પાંચ પચ્ચીસ વર્ષ નહિ પણ ઘણાં પૂર્વ સુધી તપ કર્યા. એક પૂર્વ કોને કહેવાય? ચોર્યાશી લાખને ચાર્યાશી લાખથી ગુણતાં જે સંખ્યા આવે તેટલા કાળને એક પૂર્વ કહેવાય. એવા ઘણાં લાખ પૂર્વથી આવો ઉગ્ર તપ કરતો હતો એટલે શરીર તો સૂકાઈને હાડકાનો માળો બની ગયું છે. ગુણસેન તેને ઓળખી શકતો નથી પણ અગ્નિશમ તેને ઓળખી ગયા. આંબાના ઝાડ નીચે પવાસન લગાવીને બેઠેલા અગ્નિશર્મા મહા તપસ્વી પાસે આવી ખૂબ ઉલાસપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા. તપવીએ તેના વંદન સ્વીકાર્યા. ગુણસેન રાજા તેમની પાસે બેઠા અને પૂછે છે કે મહાન તપસ્વીરાજ! આપને આવી તાપસની દીક્ષા લેવામાં અને આવો દુષ્કર તપ કરવામાં શું નિમિત્ત બન્યું? ત્યારે અગ્નિ- શમતાપસે સત્ય હકીકત કહી કંઈ વાત ગોપવી નહિ. હે રાજન ! આપને જાણવાની
ખૂબ ઈચ્છા છે તો સાંભળો. મને ત્રણ નિમિત્ત મળ્યા છે. એક તો દરિદ્રતાનું દુઃખ, બીજું કદરૂપુંરૂપ ને ત્રીજા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ગુણસેન નામના રાજકુમાર મારા કલ્યાણ મિત્ર મને વૈરાગ્યમાં નિમિત્ત બન્યા. આ સાંભળી ગુણસેન રાજા મનમાં ચમક્યા કે અહે એ તે પોતે જ છું અને આ અગ્નિશર્મા છે. ફરીને રાજાએ પૂછ્યું કે એ ગુણુસેન રાજાએ આપને આટલા કષ્ટ આપ્યા છતાં એ આપને કલ્યાણ મિત્ર કેમ? ત્યારે કહે છે જે એમણે મને આવા કષ્ટ આપ્યા ન હોત, મારું આવું, અપમાન ને હાંસી–મશ્કરી કરી ન હોત તે મને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવત નહિ ને આવી ઉગ્ર તપશ્ચર્યા કરતા નહિ. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. તરત રાજાની આંખમાં આંસુ આવી ગયા ને રડતા રડતા બેલ્યા. ધન્ય છે આપને ! એ પાપી ગુણસેનકુમાર તે હું જ છું. મને હજારવાર ધિકાર છે. અને આપને હજારો વાર ધન્યવાદ છે. હવે મારું નામ ગુણસેન બદલીને અવગુણસેન રાખો. હું ઘેર પાપી છું એમ કહી તાપસના ચરણમાં આળોટી પડે છે ને વારંવાર ક્ષમા માંગે છે. અગ્નિશર્માએ એમને ખૂબ