________________
શારદા સરિતા
૧૦૩
હે નરનારીઓ ! પ્રભુના દર્શને ચાલો. જમાલિકુમારના કાને આ અવાજ પહોંચે અને તે ઝરૂખે જોવા માટે આવ્યા. હવે તે વિચાર કરશે કે આ મોટો જનસમુદાય કયાં જઈ રહ્યો છે તે જાણવા માટે કોને બોલાવશે ને શું પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે.
" ચરિત્ર:- ગઈ કાલથી એક ચરિત્ર શરૂ થયું છે. તેમાં ગુણસેનકુમાર અને અગ્નિશર્માની વાત ચાલે છે. તેમાં જીવ હાંસી-મજાક કરવાથી કેવા કર્મો બાંધે છે. સંસારના કાર્યો કરતાં કર્મ તે બંધાય છે પણ અનર્થોદડે વધુ દંડાય છે. કર્મ બાંધતી વખતે જીવને ખબર નથી પડતી પણ ઉદયમાં આવે છે ત્યારે બાપલીયા બોલી જાય છે માટે કર્મ બાંધતા ખૂબ લક્ષ રાખજે.
ગુણસેનકુમાર ખૂબ ગુણવાન હતું. પણ એને મજાક ઉડાવવાની ખૂબ મઝા આવતી. તેમાં અગ્નિશમનું એડળ રૂપ જોઈ તેની ઠેકડી કરતો. તેથી અગ્નિશમે ત્યાંથી કંટાળીને ગામ છોડી ચાલ્યો ગયો. ચાલતાં ચાલતાં સુપરિતોષ નામના તપોવનમાં પહોંચે. એક મહિનાથી ચાલતો હતો. ખૂબ થાકી ગયા હોવાથી નદીઓમાંથી વહેતા ઝરણું આગળ બેઠો. થોડી વાર વિસામે ખાઈ આશ્રમમાં ગમે ત્યાં આર્ય કૌડિન્ય નામના તાપસ-કુલપતિ પિતાના શિષ્યને તત્વજ્ઞાનની વાત સમજાવતા હતા. ત્યાં જઈને તેણે કુલપતિને વંદન કર્યા. તાપસે પણ તેને એગ્ય સત્કાર કરીને પૂછ્યું:
દેખા શિષ્યને સાશ્ચર્ય, ગુરૂ બોલે દે વિશ્વાસ,
વન્સ કૌન કેસે આયા, તેરા કહૌ નિવાસ, નેહ શબ્દ સુન શાન્ત હુઆ, અબ ઘટના કરે પ્રકાશ ... હે .
બધા શિષ્ય આશ્ચર્યપૂર્વક તેના સામું જોઈ રહ્યા છે કે આ કદરૂપ માણસ કોણ હશે? હવે મોટા તાપસ પૂછે છે ભાઈ! તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને તું કયાંનો રહેવાસી છે? વિગેરે વાતો પૂછે છે ત્યારે અગ્નિશમ કહે છે. અહીંથી ઘણે દૂર ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. ત્યાં પૂર્ણ ચંદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને કુમુદિની નામના મહારાણી છે. ગુણસેન નામને યુવરાજ કુમાર છે. હું તે રાજાના માનનીય પુરોહિત યજ્ઞદત્તનો પુત્ર છું. મારું નામ અગ્નિશમાં છે. તાપસના મીઠા વચન સાંભળીને એના અંતરમાં ખૂબ શાંતિ વળી. ફરીને તાપસ પૂછે છે તું અહીંયા શા માટે આ છે? ત્યારે અગ્નિશર્મા કહે છે હું આપના જે સાધુ બનવા ઈચ્છું છું. ત્યારે તાપસ કહે છે ભાઈ! અમારા જેવા તાપસ બનવું સહેલું નથી. તાપસ તે બની જવાય પણ તાપસપણું ટકવું બહુ મુશ્કેલ છે. ત્યારે કહે હે ગુરુદેવ! મારા ઉપર કૃપા કરી મને આપને શિષ્ય બનાવો. હું આ સંસારથી કટાળી ગયો છું. ત્યારે ગુરુ કહે છે તેને કંટાળે શાથી આવ્યા? ત્યારે અગ્નિશમાં કહે છે હું બે કારણથી કંટાળ્યો છું. એક તે મારા શરીરના અંગે પાંગ બેડેળ છે એટલે. બીજુ ગુણસેનકુમાર મારી રેજ મજાક ઉડાવતો