________________
શારદા સરિતા
૧૦૧
જમાલિકુમાર સંસારના મહાન સુખ ભોગવે છે. ત્યાં શું બન્યું ? હજારો નરનારીઓના ટેળા ને ટોળા એક તરફ જઈ રહ્યા છે. એમના મુખમાં એક વાત છે કે કરૂણાના સાગર કૃપાસિંધુ ભગવાન પધાર્યા છે. તેમના નામ-શેત્રનું સ્મરણ કરતાં, એમના નામને જાપ કરતાં આપણું કમોની ભેખડ તૂટી જાય છે, આપણા દુઃખ દૂર થઈ જાય છે તો આપણે તેમની અમૃતમય વાણીનું પાન કરીએ તે કે મહાન લાભ થાય! એવી વાતો કરે છે. પ્રભુના નામસ્મરણથી અને તેમની વાણું સાંભળીને શ્રદ્ધા થવાથી જેનો ઉદ્ધાર થઈ ગયેલ છે. તેમના બતાવેલ માર્ગે જનાર પણ તરી ગયા છે.
અકબર બાદશાહના રાજ્યમાં ચંપા નામની એક શ્રાવિકા દર વર્ષે માસી તપ કરતી હતી. તેનું શ્રાવકે ખૂબ બહુમાન કરતા. આ વાત અકબર બાદશાહે જાણું ત્યારે તેના મનમાં આશ્ચર્ય થયું કે છ છ મહિના ભૂખ્યા કેમ રહેવાય? એ માનતો ન હતો તેથી જ્યારે ફરીને છમાસી તપ કર્યો ત્યારે એને પિતાના રાજ્યમાં બોલાવી તેની નજર સમક્ષ તપ કરાવ્યો. એને તપ જોઈને બાદશાહ ખુશ થયા ને કહ્યું બહેન ! તારે આ કઠીન તપ જોઈને હું ખુશ થયો છું. તારે જે માંગવું હોય તે માંગ. ત્યારે ચંપાબાઈ કહે છે મારે બીજું કાંઈ ન જોઈએ. હું એક માંગુ છું કે જ્યાં તમારી આણ વર્તાતી હોય ત્યાં હિંસા ન થાય તેટલું કરે. તમે શું માગો ? પૈસાને? તમને ભૂખ હિંસાની છે એટલે પૈસા જ માંગોને ? (હસાહસ) માંગતાં ક્યાં આવડે છે? તમ કને શું માંગવું એ ન અમે જાણુએ, તમે જેને ત્યાગ એજ અમે માંગીએ કંચન ને કામિની તમે દીધા ત્યાગી, મેહમાયા છેડીને થયા વીતરાગી.
વીતરાગી પાસે અમે લાડીવાડી માંગીએ તમે જેને..
હે પ્રભુ! તમે લાડી-વાડી, મેહમાયા છોડીને વીતરાગી બની ગયા છે. તમે જેને તુચ્છ ગણીને ત્યાગ કર્યો છે એ અમે તમારી પાસે માંગી રહ્યા છીએ. બોલો તમે શું માંગશે? “આરૂષ્ણ બહિલાભ, સમાવિવર-મુત્તમડિતું, સિદ્ધાસિદ્ધિ મમદિસંતુ, હે પ્રભુ! તું મને આરોગ્ય આપજેથી ધર્મારાધના કરી શકું, બધીબીજ સમ્યકત્વને પામું, ઉત્તમ પ્રકારની સમાધિ આપો ને ચોથું હે સિદ્ધ ભગવંતે ! તમે જે અવ્યાબાધ સુખને પામ્યા છે તેવી સિદ્ધિ મને દેખાડે. આવું માગો. આવું સુખ મેળવશો તે દેવલોકન દેવ પણ તમારે દાસ બની જશે. ઈન્દ્રો ચરણમાં મૂકી જશે માટે કહીએ છીએ કે જડના ભિખારી ન બને. સંસારમાં દુઃખને પાર નથી. આ વાત તમને કેટલી વખત કહેવામાં આવી.
એક નાનું બાળક પાટી ને પેન લઈને સ્કૂલે ભણવા જાય ત્યારે સાથે નાનું કપડું પલાળીને લઈ જાય. એને માસ્તર એકડે શીખવાડે છે ત્યારે જે તેને ન આવડે ને લીટે તાણે તો પેલા ભીના કપડાથી પાટી સાફ કરી નાંખે ને પાછો એકડો શીખવા માંડે પણ આ મારા વીતરાગના શ્રાવકે એમના હૈયાની પાટી સાફ કરતાં નથી. જો તમે