________________
શારદા સરિતા
૯૯
હસતે મુખડે મૃત્યુને ભેટયા પૂજય પ્રતાપી ગુરૂદેવ, નમન કરતાં નયન ભીના છે વિયેગ સાલે છે ગુરૂદેવ, પ્રેરણની એ જવલંત તિ, કયારે ગઇ બઝાઇ,
અમ સૌ બાળકની મિલ્કત, ક્યારે ગઈ ટાઈ! સંઘ-સેવા અને પુરુષાર્થ એ એમનો જીવન ઉપદેશ હતો. નવીન સાહસ, નવું બળ, નવી જાગૃતિ, નવું વિધાન, નવીન દોરવણી, આ સર્વ પૂજ્યશ્રીના સુધારક અને કાંતિમય હૈયે વસેલું હતું. પૂજ્યશ્રીના જીવનમાંથી કઈ પણ ગુણ અપનાવીએ તો તેમની પુણ્યતિથિ ઉજવી સાર્થક ગણાય.
પૂજ્ય ગુરૂદેવ છગનલાલજી મહારાજ સ્વર્ગવાસ થયા પછી સંવત ૧૯લ્પમાં બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ આચાર્ય પદવી ઉપર આવ્યા અને પૂજ્ય ગુરૂદેવ સંવત ૨૦૦૪ના સ્વર્ગવાસ પામતાં આચાર્ય પદવી ઉપર પૂ. ગુલાબચંદ્રજી મહારાજ આવ્યા. તેઓ મહાન આત્માથી અને ઘેર તપસ્વી હતા. તેઓ શાસનના એક મહાન રત્ન હતા. અંતિમ સમય સુધી તેમની આત્મસાધના ચાલુ હતી. ભગવતી સૂત્ર તેમણે ર૭ વાર વાંચેલ. ૩૨ સિદ્ધાંતના રહસ્ય તેમને કંઠસ્થ હતા. તેવા મહાન સંતને
જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમના ઝળહળતા ચારિત્ર પ્રકાશ આંખ સામે રમે છે. પૂ. મહાન સંત એવા પૂ. ગુરૂદેવો છગનલાલજી મહારાજ સાહેબ તથા પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ કોઈ આજે વ્રત-પચ્ચખાણ અંગીકાર કરશે.
વ્યાખ્યાન ન. ૧૬ અષાડ વદ ૧૧ ને બુધવાર
તા. ૨૫-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતા ઓ ને બહેનો! અનંત કરૂણાનિધી ભગવંતની પ્રાર્થના કરતાં આપણે શું બોલીએ છીએ?
मंगलं भगवान वीरो मंगल गौतम प्रभु।
मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोऽस्तु मंगलम् ।। પ્રથમ મંગલ કોણ? અરિહંત પ્રભુ જેમણે ઘાતી કર્મોને ક્ષય કર્યો છે અને અરિહંત પદ પ્રાપ્ત કર્યું એ પ્રભુનું નામ કેવું મંગલ સ્વરૂપ છે! અરિહંત નામના એકેક અક્ષરમાં કેટલા ભાવ ભર્યા છે! અરિહંતના ચાર અક્ષર છે. તેમાં પ્રથમ અક્ષર “અ” છે. “અ” એટલે અનંત ગુણો જેમનામાં રહેલા છે એવા અરિહંત ભગવંતોને હું