________________
શારદા સરિતા
ઉપવાસ, આયંબીલ, પિરશી, મૌન, બ્રહ્મચર્યનું પાલન વિગેરે જેને જે બને તે પ્રત્યાખ્યાન લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૫ અષાડ વદ ૧૦ ને મંગળવાર
તા. ૨૪-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંતકરૂણાના સાગર પ્રભુએ જગતના જીવો કર્મની કેદમાંથી મુકત કેમ થાય અને આત્માનું અવ્યાબાધ સુખ કેવી રીતે મેળવે તે માટે બે માર્ગ બતાવ્યા છે. “IT TTTચ” એક આગાર માર્ગને બીજો અણગાર માર્ગ. જે જીવ સાધુપણું લેવાને સમર્થ હોય તો તે ઉત્તમ માર્ગ છે અને જો સાધુપણું ન લઈ શકે તે બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ તો અવશ્ય અંગીકાર કરે. આવું અનુપમ વીતરાગ શાસન મળ્યું. જૈન ધર્મ મળ્યો તે હવે ચેતી જાવ. આવું ઉત્તમ માનવજીવન પામીને કર્મ સાથે જંગ ખેલવાના છે. યુદ્ધના મેદાનમાં જનાર સૈનિકને પહેલા યુદ્ધમાં જવા માટેની ખાસ તાલીમ લેવી પડે છે. જે તાલીમ લીધા વિના સૈનિક યુદ્ધ મેદાનમાં જાય તો ગભરાઈ જાય. તેમ કમ સાથે યુદ્ધ કરવા માટેની તાલીમ લેવા વિતરાગ શાસનની કૉલેજમાં દાખલ થવું પડે અને તાલીમ લેવી પડે છે તો તે કર્મની સાથે ઝઝૂમી શકે છે, ભગવાન મહાવીર સ્વામી સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી કર્મો સામે એકધારા ઝઝુમ્યા.
બંધુઓ ! મહાવીર પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તેમની સાથે કઈ ન હતું. પોતે એકલા હતા. એકલા કર્મની સાથે સંગ્રામ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી જગતના જીવને દુઃખી અવસ્થામાં જોઈ દિલમાં કરૂણા આવી એટલે દુઃખથી બચવા માટેને ઉપદેશ કર્યો. કર્મને લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મને ક્ષય થતાં પરિભ્રમણ બંધ થાય છે. જે જન્મમરણથી થાકી ગયા હોય, જેને સંસાર દુઃખરૂપ લાગ્યો હોય તે ધર્મના માર્ગે આવવા પ્રયત્ન કરે છે. જેને સંસાર સાકરના ટુકડા જેવો મીઠે લાગે છે તેવા છે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. જે પ્રભુની વાણીના અમૃત ઘૂંટડા અંતરમાં ઉતારે છે તે સુખી થાય છે ને પિતાનું જીવન સુધારી શકે છે.
ભગવાન કહે છે એવો ! હજુ મેહનિદ્રામાં ક્યાં સુધી પડયા રહેશે! સાધ્યની . સિદ્ધિ કરવા માટે સાજ સજે. લડાઈમાં ગયેલે સૈનિક સામેથી આવતી ગેબીઓના ઘા ઝીલવા માટે લોઢાનું બખ્તર પહેરે છે તેમ આત્મા અને કર્મના સંગ્રામમાં કેધ, માન,