________________
શારદા સરિતા
અંદર બેઠેલા ચૈતન્ય દેવને જુઓ. આત્મા અરૂપી છે. માટે શરીરના સ્વભાવને વિચાર કરી તેનાથી વિરાગી બને. આ દેહના રૂપ-રંગ કે યુવાની કાયમ ટકવાના નથી.
આ યુવાની દિવાની છે. ચાર દિવસની ચાંદની જેવી છે. એક દિવસ યુવાની ચાલી જશે પણ એ યુવાનીના ઉન્માદમાં કરેલી પાપલીલાઓ નહિ જાય. એ તો આત્મા સાથે ચૂંટી જશે. એના કડવાં ફળ જીવને પરભવમાં ભેગવવા પડશે. આવા અનિત્ય યૌવનમાંથી અક્ષય યૌવન પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થ કરે. એ પુરુષાર્થ કર્યો છે એ તમે બ્રહ્મચર્યનું પાલન, તપ-ત્યાગ, દેવ-ગુરૂને ધર્મની શ્રદ્ધા અને પરોપકાર આ પુરૂષાર્થ જીવનમાં થાય તે ફરીફરીને જીવને આ દેહ ધારણ કરે ન પડે. દેહ ન હોય તે ગ, યુવાનો, વૃદ્ધાવસ્થા કંઇ આવવાનું નથી. અશરીરી અવસ્થા સિદ્ધમાં છે. ત્યાં તે અક્ષય સુખ છે. આવા મહાન શાશ્વત સુખ મેળવવા માટે મહાન પુરુષોએ નશ્વર સુખને તણખલાં જેવું સમજીને છોડી દીધું.
છ ખંડના અધિપતિ ચક્રવર્તિઓ જેની સેવામાં દેવે હાજર રહેતા હતા. તમારે તાપમાં કે વરસાદમાં ચાલવું હોય તે હાથમાં છત્રી પકડવી પડે. તમે ખુલ્લા પગે ચાલે તે પગમાં કાંકરા વાગે અને એને તો રસ્તે રસ્તા સાફ કરી આપે. દરિયે જાય તો દરિયે માર્ગ કરી આપે. ગુફામાં ચાલે તે એના દ્વાર આપોઆપ ખુલી જાય. આવી ચકવતિની સાહ્યબી હોય છે. આજના કહેવા અબજોને અબજપતિ પણ ચક્રવર્તિ પાસે ભિખારી જેવો લાગે. આવી ઋદ્ધિ-સિદ્ધિ છોડીને ચારિત્ર લઈ લીધું. એ દીક્ષા લે એટલે ચૌદ રત્ન ચાલ્યા જાય. એના છોકરા માટે રહે નહિ. આવા સુખને, ત્યાગ શા માટે કર્યો? એમને એ સુખમાં આનંદ ન આવ્યો. વિભવે મોક્ષના સુખ આગળ ફિક્કા લાગ્યા. આ ઉપરથી સમજાય છે કે ચારિત્ર વિના આત્માની સિદ્ધિ નથી.
જમાલિકુમારને ઘેર મનમાન્યા સુખ હતા. મહેલ મહેલાતે હતી. તમે ઘરમાંથી કંટાળી જાવ ત્યારે ગાર્ડનમાં ફરવા જાવ, નાટક સિનેમા જેવા જાવ, માથેરાન મહાબળેશ્વર ને લેનાવલા હવા ખાવા જાવ, પણ એને ત્યાં તે બધું મહેલમાં હતું. ગાર્ડન ઘરમાં, નાટક પણ એના મહેલમાં ભજવાય અને જે તુમાં જેવી ઠંડી-ગરમી જોઈએ તેવી મળે. પછી શું કમીના હોય? આવા સુખ ભોગવે છે. એને મહેલ રાજ રોડ ઉપર હતો. તેથી ગામમાં જે કંઈ બને તેની તરત ખબર પડે. અહીં શું બને છે?
લોકેના ટોળેટેળા તે રાજ રેડ ઉપરથી પસાર થાય છે અને પરસ્પર વાતે કરતા જાય છે કે આજે આપણે પ્રભુના દર્શન કરી પવિત્ર બનીશું. આપણું જીવન ધન્ય બનશે. આવી વાતો કરતા ચાલ્યા જાય છે. જ્ઞાની કહે છે તમે વાત કરે તે એવી કરે કે તે સાંભળીને બીજા જીવો કંઈક પામી જાય. નંદન મણિયાર સુમતિ પામ્યો હતો પણ એ મિથ્યા અભિમાનના કારણે સમકિત વમી ગયે. ને કૂવામાં દેડક થા. કૂવાના