________________
શારદા સરિતા
બધા માણસો દેડી આવ્યા પૂછે છે તમે કેણ છે ને ક્યાંથી આવ્યા છે? તો માજી રડતા રડતા કહે છે અમારે એકનો એક દીકરો અહીં રહે છે તેને મળવા આવ્યા હતા. દીકરાને ભેગા ન થયા અને એના પિતા ચાલ્યા ગયા. ખૂબ કરૂણ સ્વરે રડવા લાગી એટલે બધા માણસો કહે છે બહેન! શાંતિ રાખે. આયુષ્યપૂર્ણ થયે સૌને જવાનું છે. આ સંસાર તે મુસાફરખાનું છે. આ ધર્મશાળામાં આપણે સૈ આવ્યા છીએ. સમય થતાં સો ચાલ્યા જઈશું. તેઓ ગયા ને તે રીતે આપણે બધાને એક દિવસ જવાનું છે.
કેઈ આજ જશે કેઈ કાલ, આ તે પંખીડાને મેળે, ગણાનુબંધ સૌને પૂરે થાતાં, સહુના રસ્તે સહુ જાતા.
જેવા વાદળીયા વિખરાય – આ તો પંખીડાને મેળે
આ રીતે ડોશીમાને ખૂબ આશ્વાસન આપ્યું કે આ સંસારમાં જણાનુબંધ પૂરો થતાં સૌ એકબીજાને છોડીને ચાલ્યા જાય છે. આકાશમાં જેમ વાદળી ચઢી આવે છે ને થોડીવારમાં વિખરાઈ જાય છે. વૃક્ષ ઉપર સાંજે પક્ષીઓ આવે છે ને સવાર પડતાં ઉડી જાય , છે તેમ સૌનું આયુષ્ય પૂર્ણ થતાં જવાનું છે. બહુ રડીએ ને નૂરીએ તે ચીકણું કર્મ બંધાય. આ માનવ જિંદગી કેવી છે.
આંસુના ઘેરા અક્ષરે સૌની લખાયેલ જિંદગી. રેતા હસાવે બે ઘડી, ચાલી જવાની જિંદગી.
મહાન પુરુષે કહે છે આપણું જિંદગી આંસુથી લખેલા અક્ષર જેવી છે. માટે જિંદગીમાં કરવા જેવું છે તે જલ્દી કરી લે. પાડોશીએ શિખામણ આપી માજીને શાંત કર્યા ને બાપાની અંતિમ ક્રિયા કરી.
ચાર પાંચ દિવસ પછી માતા વિચાર કરે છે કે એમણે મરતાં મરતાં કહ્યું કે અમરે અમર બનવાને સંદેશ મને આપે. તે દીકરાનું નામ અમર છે. તો શું દીકરાએ એમનું અપમાન કર્યું હશે? કદાચ દીકરો ભાન ભૂલ્યા હશે! દીકરે અહીં છે એ નક્કી છે તો હું તેના ઘેર જાઉં. મારો અમર શું કરે છે? તેની માનવતા જાગતી છે કે નહિ તેમ વિચારી ડોસીમા શોધતા શોધતા પુત્રના બંગલા પાસે આવ્યા. કંપાઉન્ડમાં દાખલ થવા જાય છે ત્યાં નેકર કહે ખડે રહો. રજા સિવાય અંદર નહિ જવાય. ત્યારે ડોશીમા કહે છે ભાઈ મારે અંદર જવું નથી. પણ હું કામ કરનારી ને કરડી છું. આ બંગલામાં રહેનાર શેઠાણીને જરૂર હોય તે મારે નોકરી કરવા રહેવું છે. ત્યારે કહે તો તમે અહીં ઊભા રહો. હું શેઠાણીને પૂછી આવું. નેકર ઉપર જઈને પૂછે છે એક વૃદ્ધ બાઈ છે. એ કહે છે કામ કરવા રહેવું છે તો નોકરડીની જરૂર છે? શેઠાણી કહે છે હા. ચાર દિવસથી કામવાળી જતી રહી છે તે બેલા. ડોશીમાને ઉપર બોલાવ્યા. શેઠાણી પૂછે છે માજી! તમે શું કરશે? ડેસીમાં કહે હું વાસણ માંજીશ, પડા ધોઈશ, બધું કરીશ ને રસોડું પણ