________________
શારદા સરિતા એક ગામડામાં ગરીબ કુટુંબ વસતું હતું. મા-બાપને દીકરે એ ત્રણ માણસનું કુટુંબ હતું. ત્રણ ત્રણ પેઢીથી ખૂબ દુઃખી હતું. બે વીઘા જમીન ઉપર કાળી મજુરી કરીને પિતાનું ગુજરાન ચલાવતા. મા-બાપ વિચાર કરે છે કે આપણે કાળી મજુરી કરીએ પણ દીકરાને ભણાવે છે. દીકરાનું નામ અમરકુમાર હતું. જે આપણે અમર ભણશે તે સુખી થશે અને આપણને પણ ઘડપણમાં સુખની ઘડી આવશે, ને નિરાંતે ભગવાનનું નામ લઈશું. પછી તે જેવું લેણું હોય તેવું લેવાય. આ દીકરે ખૂબ વિનયવાન અને ગુણીયલ છે. રોજ માતા-પિતાને વંદન કરે ને ચરણરજ માથે ચઢાવે. ખૂબ પ્રેમથી ભણાવે છે. એમનું ગામ નાનું હતું. મેટ્રિક પાસ થયે. માતા-પિતાને ખૂબ આનંદ થયે. પણ અમરને આગળ ભણાવે છે એટલે મોટા શહેરમાં મોકલ્યા વિના છૂટકે ન હતો. મા-બાપે એને પ્રેમથી બહારગામ મેક. મુંબઈ જેવા મોટા શહેરમાં અમર ભણવા માટે આવ્યું. ભણવામાં એને સમય ન મળે તો પણ ગમે તેમ કરીને સમય કાઢીને આઠ-દસ દિવસે માતા-પિતાને પત્ર લખતો. પિતાને તીર્થ સમાન પવિત્ર માનતો હતો. પત્ર લખતાં આંખમાંથી આંસુના ટીપાં પડી જાય ને લખો કે હે માતા-પિતા! તમારે મારા ઉપર મહાન ઉપકાર છે. તમે મને કેટલા કષ્ટ વેઠીને ઉછેર્યો. ભૂખની પરવા કર્યા વિના રાત-દિવસ કાળી મજુરી કરીને મને ભણાવે છે એ ઉપકારનો બદલો હું વાળી શકું તેમ નથી. હવે હું ભણીને આપને દુઃખથી મુક્ત કરીને તમારી સેવા કરું એવી મારી ભાવના છે. આવો લાગણીથી ભરેલ પુત્રને પત્ર વાંચી મા-બાપ આનંદ પામતા ને પોતાનું દુઃખ ભૂલી જતાં. આપણો અમર ભણી રહેશે એટલે આપણુ દુઃખના દિવસો ચાલ્યા જશે એ આશામાં તેઓ દિવસે પસાર કરતા હતા.
બંધુઓ! માતા-પિતાના મનમાં કેટલા આશાના મિનારા હોય છે. માતા-પિતાને સંતાને ઉપર મહાન ઉપકાર હોય છે. બધું ભલે ભૂલ પણ મા-બાપને ક્યારેય ભૂલશે નહિ. મા-આપ જેવું કઈ પવિત્ર તીર્થ નથી. આ પુત્રને રેગ્યુલર દર દસ દિવસે પત્ર આવતો ને મા-બાપને આનંદ થતો. દિકરો આગળ ભણે છે. ભણવામાં ખૂબ હોંશિયાર છે. એન્જિનીયર બનવાનું છેટલું વર્ષ છે. એક વખત એવું બન્યું કે પંદર દિવસ થયા પણ પુત્રને પત્ર ન આવ્યું. વીસ દિવસ ને મહિને થયે પણ પત્ર આવ્યો નહિ. મા-બાપ વિચાર કરે છે કે મોટા શહેરમાં મોટરે ખૂબ દોડે. કલેજમાં જતા મારા દિકરાને કંઈ એકિસડન્ટ તે નહિ થયે હેય ને? શું થયું હશે? કેમ પત્ર નહિ આવ્યો હોય? એને પત્ર દસ દિવસે આવ્યા વિના રહે નહિ તેના બદલે બે-અઢી મહિના થયા ને મા-બાપ પત્રની રાહ જોતા રહ્યા. દિવસે દિવસે તેમની અધિરાઈ વધવા લાગી. રોજ ટપાલનો સમય થાય ને રાહ જોઈને બેસે. ટપાલી આવે ને પૂછે અમારી ટપાલ છે? ટપાલી ના પાડે એટલે નિરાશ બની જતાં. ટપાલી પૂછે તમે કેની રાહ જુવે છે? મારા પુત્રના છ મહિના થયા પણ