________________
૭૨.
શારદા સરિતા
ઉદય થાય ત્યારે કેઈનું કાંઈ ચાલતું નથી. ખુદ ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભેંકાયા હતા. આજે ગરીબોને ચૂસીને બે ટકા ને ત્રણ ટકા વ્યાજ લેવા મંડી પડ્યા છે પણ યાદ રાખજે કમનો ઉદય થશે ત્યારે સવાશેર બાજરીના સાંસા પડશે. માટે કમના કાયદાને સમજે ને પુણ્યના ઉદયથી જે મળ્યું છે તેમાં આસકત ન બને.
આત્માનું સાચું સુખ છે તે કઈ પાછું માગતું નથી. ઉછીનું લાવ્યા હોય તે પાછું આપવું પડે પણ પોતાનું કદી પાછું આપવું પડતું નથી. રત્નને પ્રકાશ એની સાથે રહે છે. એને કઈ લઈ જઈ શકતું નથી, તેમ આત્માના જ્ઞાન દર્શન - ચારિત્ર – તપ – ક્ષમા – નિલભતા આદિ ગુણો છે તેને કેઈ લઈ જઈ શકતું નથી. ફક્ત એ ગુણોને પ્રગટ કરવાની જરૂર છે.
પરમાં સુખ છે એવી ભ્રાન્તિ જીવની ટળે છે ત્યારે એની દશા જુદી હોય છે. એવો શ્રાવક સંસારમાં બેઠો હોય, સંસારની ફરજો બજાવવી પડતી હોય, પણ એનું મન તો મોક્ષની માળા જપતું હોય. એનું મુખ સંસાર તરફ હોય પણ એની દૃષ્ટિ તો મોક્ષ તરફની હોય. ક્રિયાઓ બધી મોક્ષને અનુલક્ષીને કરી હોય. એક વખતની વેશ્યા પણ સ્થૂલિભદ્રના સંગથી બનેલી શ્રાવિકાએ મુનિવેશમાં રહેલા સાધુને સુધાર્યા. એ હતી સંસારમાં પણ એનું મન મોક્ષ તરફ હતું.
સંસાર તરફ મુખ રાખીને ઘણીવાર ધર્મક્રિયાઓ કરી, વ્રત - નિયમ લીધા પણ હવે જે જલ્દી મેક્ષમાં જવાની તાલાવેલી લાગી હોય, જન્મ - મરણને ત્રાસ લાગે હોય, વિષયે વિષ જેવા લાગ્યા હોય તો આ માનવજીવન પામીને તમારું મુખ મોક્ષ તરફે રાખીને આરાધના કરો. વિચાર પણ મેક્ષને અને આચાર પણ મોક્ષ તરફે જવાને પાળો. આચાર અને વિચાર એ બંનેને જીવનમાં સુમેળ આવશે તો સંસારસમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. સમકિતી આત્માનું ચિત્ત પાપ પ્રત્યે પ્રેરાય નહિ. સંસારમાં રહીને પાપ કરવું પડે તોયે એને ધ્રુજારી છૂટે. એને મન કરવા જે ધર્મ લાગે. હું ને મારું તો એનાથી પર હોય. મહરાજાને મંત્ર અહં ને મમ છે, જ્યારે મોક્ષનો મંત્ર એ નવકારમંત્ર છે. નવકાર મંત્રનું રટણ આત્માને સહાય કરનાર છે. અહં ને અમને દૂર કરાવનાર છે.
દેવાનુપ્રિયે ! ભૌતિક સુખો કેવા છે તે તમને ખબર છે? તમે બજારમાંથી ઉપરથી સોનાનો ગીલેટ ચઢાવેલો કે દાગીને ખરીદી લાવ્યા પણ એ ગીલેટ ઉખડી જતાં લેતું દેખાયું ત્યારે દુઃખને પાર ન રહે. તેમ આ સંસારના સુખ સોનાને ગીલેટ ચઢાવેલા બેટા દાગીના જેવા છે. અને આત્માનું સુખ સો ટચના સોના જેવું છે. માટે જ્ઞાની કહે છે કે હે જીવ! જાગી જા. જે નહિ જાગે, સંસારથી નહિ ભાગે તે તને તારા કર્મો સતાવશે. હમણાં આપણે કહ્યું કે વેરંટ વગડે આવશે. કર્મ કહે છે હું તો