________________
શારદા સરિતા
- સર્વજ્ઞ ભગવંતો આપણને સાચો રાહ બતાવી ગયા છે. તે માર્ગે ચાલવું કે ન ચાવવું તે આપણા હાથની વાત છે. આ દુનિયામાં સર્વ, અવધિજ્ઞાની આદિ મહાન પુરુષે થઈ ગયા. તેમાં સર્વ મોક્ષમાં પહોંચી ગયા. અજ્ઞાનીજનો સંસારમાં રખડે છે. તો હું પણ તેમાં એક આત્મા છું. અનાદિકાળથી ભવમાં ભણું છું. મારે આત્મા અનાદિને છે. રાગ-દ્વેષ આદિ આત્યંતર સંસાર અને જન્મમરણ આદિ બાહ્ય સંસાર અનાદિને છે. કર્મો પણ અનાદિના છે. આ સંસાર દુઃખરૂપ-દુઃખફેલક ને દુઃખાનુંબંધી છે. આ વાત જે આત્મા સમજી શકે, એનો ત્રાસ લાગે તે આત્મા સંસારથી છૂટી શકે.” વિરલ પુરુષોને આ વાત સમજાય છે. બાકી તો કેઈને આત્માની વાતો ગમતી નથી. બસ, ખાવા પીવો ને મોજમઝા ઉડાવે. આ ભવ મીઠે તે પરભવ કેણે દીઠે? મોટા ભાગના અજ્ઞાની મનુષ્ય આ પ્રમાણે બોલે છે. એને ધર્મ યાદ આવતો નથી. પણ જ્યારે દુઃખમાં આવી પડે છે, પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે એને ધર્મ યાદ આવે છે. એ દુઃખમાં ભગવાનનું નામ લેતાં લેતાં એમ બેલે કે અરેરે પ્રભુ! મને આવું દુઃખ શા માટે આપ્યું ? તને મારી જરાય દયા ન આવી, ભાઈ ! ભગવાનને તે નથી કેઈના ઉપર રાગ કે નથી ષ. એ તે કરૂણાના અવતાર છે. સમતાનો સાગર છે.
રાગ નથી એને દ્વેષ નથી એ તે પ્રેમને પારાવાર, નિશદિન કાળજડેથી વહેતી કરુણ કેરી ધાર,
શાતા પામે સઘળા પ્રાણું એવી મારા વીરની વાણું સુખ છે.
પ્રભુ કેઈને સુખ કે દુઃખ આપતા નથી. એ તો ભવ્ય જીને દુઃખથી મુક્ત થવાને માર્ગ બતાવે છે. એને શું સ્વાર્થ છે? એમને ભવનો ભય લાગે તો સંસારમાંથી ભાગ્યા. તેમ તમને ભવનો ભય લાગવો જોઈએ કે ક્યારે આમાંથી છૂટું? સંસારમાં સુખ નથી છતાં જીવને સુખનો ભ્રમ થાય છે. તમારે સંસારમાં રહેવું છે, સંસારના સુખની મોજ માણવી છે ને કલ્યાણ કરવું છે તો કયાંથી થાય? સંસાર કાજળની કોટડી જેવો છે. કાજળની કોટડીમાં ગમે તેટલા સાચવીને જાય તો પણ ડાઘ પડયા વિના ન રહે.
જ્યાં કોલસા તળાતા હોય ત્યાં જઈને ઉભા રહેશો તો તેની રજોટી લાગવાની. માટે ભગવાન કહે છે હે માનવ! તું જડનો રાગ છેડ ને ચેતનને સંગી થા. આ જગતમાં મુખ્ય બે તત્ત્વ છે એક જીવ અને બીજું અજીવ. જીવ એ ચેતન છે ને અજીવ એ જડ છે. જીવ સિવાય બીજા બધા તો જડ છે. બંનેને સ્વભાવ ભિન્ન છે.
જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ,
એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. ત્રણ કાળમાં જડ ને ચેતન થવાનું નથી અને ચેતન એ જડ થવાનું નથી. જડ એ આત્માથી પર છે. પરપદાર્થમાંથી કદી શાશ્વત સુખ મળવાનું નથી. પરવસ્તુમાંથી