________________
શારદા સરિતા
મોક્ષમાં જવા માટે ફર્સ્ટ કલાસ એરકંડીશન ટિકિટ હોય તે ચારિત્ર છે. જે ચારિત્ર લેવાની તાકાત ન હોય તે સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લે. બાર વ્રત અંગીકાર કરી લે. બ્રહ્મચર્ય પાળવામાં પૈસાની જરૂર નથી. શારીરિક શકિતની જરૂર નથી. તપ કરવું હોય તે દેહબળ જોઈએ પણ બ્રહ્મચર્ય પાળવાથી ક્યાં શરીર નબળું પડી જવાનું છે. બ્રહ્મચર્ય પાળવાથી તો શરીરનું બળ વધે છે. રેજ ઉપાશ્રયે આવે છે, સાધુ -સાધ્વીને વંદન કરે છે ત્યારે એવા ભાવ આવે છે કે હવે હું આમના જેવો સંયમી બનું. સંસારસુખની હવે મને ભૂખ નથી. જેના શરણે જાઉં છું તે બનું! બેલે આવા ભાવ આવે છે? (હસાહસ) વાણીયાના દીકરા પાકા હોય. કદી હાં ન ભણે. આવા ભાવ નથી આવતા તેનું કારણ એ છે કે ત્યાગની ભૂમિમાં પણ સંસારના રંગરાગ ભેગા લઈને આવ્યા છે. જ્યારે તમારા સંસારના કોઈ પિગ્રામ કે પાટીઓ ગોઠવો છો ત્યારે ત્યાં ધર્મને કોઈ પ્રોગ્રામ ગોઠવે છે? “ના ત્યાં તે સંસારની વાત હોય તે પછી ત્યાગની ભૂમિમાં સંસાર શા માટે હોવો જોઈએ? અહીં સંસારનો ગંદવાડ ન હોવો જોઈએ. પહેરવાના કપડાં સ્વચ્છ ગમે છે, જમવાનું ભાણું સ્વચ્છ ગમે છે. શરીર સ્વચ્છ ગમે છે. તે એક આત્મા કેમ મેલે ગમે છે? વર્ષોથી ધર્મ કરે છે, ધર્મના પુસ્તકો વાંચે છે, પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. વીતરાગ શાસન પ્રિય લાગશે ત્યારે સંસાર દરિયાના પાણી જેવો ખારો લાગશે. સમજાય છે ને?, સંસારના સુખ તમને દૂર્ગતિમાં લઈ જશે. અહીં ૫૦-૬૦ વર્ષની ઉંમર થાય ને બ્રહ્મચર્યની વાત આવે ત્યારે માથું ખણે. શરમ નથી આવતી? જીવ નરકમાં જશે ત્યાં સ્ત્રી નહિ મળે. નારકીનું આયુષ્ય જ જઘન્ય દશ હજાર વર્ષનું ને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું હોય છે. તેમાં જેનું જેટલું આયુષ્ય હોય તેટલું મહાન કષ્ટમાં પૂર્ણ કરવું પડશે. ત્યાં પત્ની નહિ મળે. હાય પૈસાને ય પૈસા કરે છે તે ત્યાં નહિ મળે. અહીં જમવા બેઠાં હો ત્યારે ભાણામાં અનેક પ્રકારની વાનગીઓ હોય છે. કીજના ઠંડા પાણી પીવા જોઈએ છે. પણ નરકમાં લખે મણ અનાજ ખાઈ જાઉં એટલી ભૂખ હશે તે પણ એક કણ નહિ મળે. માટે સાગર પી જાઉં એટલી તરસ લાગી હશે તે પણ એક ટીપું પાણી ત્યાં નહિ મળે ત્યારે શું થશે?
બંધુઓ! વિચાર કરે. આત્માનો માર્ગ સંવરનો માર્ગ છે. આશ્રવ નથી. સંસારમાં ક્ષણે ક્ષણે પાપ થઈ રહ્યા છે. એ પાપના કડવા ફળ ભોગવવા પડશે. જેની પાસે ઘણું હતું છતાં એમ માન્યું કે આ સંસારસાગરમાં આપણે સહેલ કરવા માટે નથી આવ્યા, પણ સદ્દગુરૂ જેવા નાવિક છે. ધર્મની સુંદર નૈકા છે, વીતરાગ શાસનને અનુકુળ વાયુ છે. એના સહારે સંસાર સમુદ્રને તરવો છે. હે નાથ! તારો ધર્મ મને ન મળ્યો હોત તો મારું શું થાત? એવા ભાવને ઉછાળે આવા જોઈએ. જેમ બજારમાં માલના ભાવને