________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ભરત મહારાજાએ આ અવસર્પિણીમાં શ્રીસિદ્ધગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો. છેલ્લે ભરત મહારાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી, દેએ આપેલે સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી-ઉપર વિચરી આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં ગયા.
ઉદ્ધાર બીજો-દંડવીય રાજાને ભરત મહારાજાના મેક્ષગમન બાદ છ કેટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામે થયા. તે શ્રીષભદેવ પ્રભુ ઉપર દઢ ભક્તિવાળા હતા.
એકવાર દંડવીર્યરાજા શ્રીસંઘસહિત શ્રીસિદ્ધગિરિજીની યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છોડીને આગળ વધતાં વચમાં બે પર્વતેએ માર્ગ રૂંધેલ જણાતાં, દંડવીર્ય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં-કરતાં ભરત મહારાજાની જેમ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી.
દંડવીર્યરાજા વગેરેએ શ્રીષભદેવ ભગવંતની પ્રતિમા, પગલાં. રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણ વાર પૂજા કરી, ત્યારબાદ દેવપૂજા તથા મહત્સવ વગેરે શુભ કાર્યો કર્યા.
શ્રીત્રષભદેવપ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદ જોઈ દંડવીર્ય રાજાને મંદિરને ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ એજ રીતે શ્રીગિરિનારજી, આબુજી, વૈભારગિરિ, અષ્ટાપદ અને સંકેત શિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યો.
અંતે તેઓ પણ આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામી મુનિવેષ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલે દીક્ષા પર્યાય પાળી મેક્ષે ગયા.
ઉદ્ધાર ત્રીજો-ઇશાન ઇન્દ્રનો શ્રીદંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યાને સો સાગરોપમ પસાર થયા બાદ, એક વાર બીજા દેવ લેકના ઈશાન ઈન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રી શત્રુંજય તીર્થને મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વંદન સ્તુતિ કરી અઠ્ઠાઈમહોત્સવ કર્યો.
અર્હત્ ભગવંતેના પ્રાસાદો કાળના પ્રભાવે જીર્ણ થયેલા ઈ ઈશાનેન્દ્ર શ્રીગિરિવર ઉપર નવા પ્રસાદ બનાવી ત્રીજે ઉદ્ધાર કરાવ્યો.
(૬૨)