________________
નાની નાની કથાઓ
મરણ સન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ હંસ પાસે આવીને કહ્યું કે, હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણુ રહિત ભમતે એ તું શ્રીઅરિહંત ભગવંત, શ્રીસિદ્ધ ભગવંત, શ્રીસાધુ ભગવંત અને કેવલી પ્રણિત શ્રીજિન ધર્મ આ ચાર શરણને સ્વીકાર કર. વળી તેં જે જે જીવેની વિરાધના કરી હોય, હિંસા કરી હોય, તે સર્વ જીવોને તું ખમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર’. આ પ્રમાણે કહીને મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યું. મંત્રના પ્રભાવે પીડા રહિત થયેલે હંસ ગિરિરાજ પર સમાધિ પૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવ થયે.
આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતે નથી, માટે સૌએ આ તીર્થનું એકાગ્રતા પૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન વગેરે કરવું જોઈએ.
() ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધિ શ્રીગૌતમ સ્વામિજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઈ નહિ, એટલે સિદ્ધગિરિજી આવીને સાધના કરતાં તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી.
છે
શ, ૮
(૫૭)