________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
અન્ને જણા તુ વન ભણી ગયા અને કેવલી ભગવાનને નમસ્કાર કર્યાં. કેવલીએ દયાધના ઉપદેશ આપ્યા, અને રાજાને કહ્યુ તે પૂર્વ ભવમાં અજ્ઞાનપણે મુનિના નાશ કર્યાં છે; માટે શત્રુંજય તીર્થ પ્રત્યે જા અને શત્રુંજય ગિરિરાજની આરાધના કર. (શ. મા. પૃ. ૮૨)
કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વર્ણવેલા ગિરિરાજના મહિમા
શત્રુંજય પર જઈ તપ આદરવાથી, ધ્યાન કરવાથી, જ્ઞાન અને સિદ્ધિ બે થાય છે. બાંધેલુ ક નાશ પામે છે. માટે ગુરુને અગ્રેસર કરી સંઘ સહિત શત્રુજય વગેરે તીર્થાની યાત્રા કર. યાત્રા કરીને વિરતિનો સ્વીકાર કરી, સાવધાન થઈ, મુનિ સહિત, તપ આદરજો. પુણ્યથી દરિદ્રતા નાશ પામે, તેમ શત્રુ ંજય તીના સ્મરણથી તમારાં પાપ નાશ પામશે. તેના સ્મરણથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. (શ. મા. પૃ. ૮૨ )
આથી રાજા સ ંઘ અને મુનિ સહિત શત્રુંજયની યાત્રાએ ગયા. ઉત્સવ કર્યાં. અંતે અનશન કરી રાજા મેક્ષે ગયા. આ રીતે ગુરુ પાસેથી ધર્મનું શ્રવણુ કરીને, મહીપાલકુમાર ‘અને વિદ્યાધર પોતાના આત્માને કૃતકૃત્ય માનતા ઉઠ્યા. વિદ્યાધર સાથે કેટલેાક વખત રહી, રાજકુમાર તેની આજ્ઞા લઈ, કલ્યાણ કટક નગર તરફ ચાલ્યા અને સ્વયંવરમાં પહેાંચ્યા. અનેક દેશના રાજાઓ ત્યાં આવ્યા. મહીપાલ આમતેમ ક્રે છે. ત્યાં પેાતાના મેાટાભાઈ દેવપાલને જોયા. મહીપાલે પાતાનું રૂપ બદલ્યું, ભાઈ પાસે આવીને કહેવા લાગ્યા કે આ નગરમાં સૈન્ય સહિત ઘણા રાજાએ કેમ આવ્યા છે? લોકો ઉત્સાહથી આમ તેમ કેમ દોડ્યા કરે છે ? હુ વટેમાર્ગુ છું, માટે મને તે કહેશેા ? મેાટા ભાઇએ સઘળી હકીકત કહી. આવતી કાલે સ્વયંવર છે. (શ. મા. પૃ. ૮૪)
તેમાં એવુ છે કે આ જે અગ્નિના કુંડ છે, તેમાં વચમાં એક વૃક્ષ છે. તેની શાખા અને ફળને જે ગ્રહણ કરશે તેને રાજકન્યા ગુણસુંદરી વરમાળા આરોપશે. બીજે દિવસે રાજકન્યા વરમાળા હાથમાં લઈને સ્વયંવર મંડપમાં આવી. હવે કઇ રાજકુમાર અગ્નિકુંડ તરફ જવાની તાકાતવાળા થતા નથી. તેથી વિચારે છે કે હવે શુ થશે ? ત્યારે મહીપાલ પાતાના હાથ પછાડતા અગ્નિકુડે આવ્યા, અને ખેલ્યા કે વિદ્યા અને સંપત્તિવાળા તમે સાંભળે- કેઇપણ પ્રકારના ખાટા ડાળ સિવાય વૃક્ષની શાખા, ફળ અને ગુણસુંદરીને હું લઈ જઈશ.” મહીપાળે અગ્નિકુંડ નજદિક જઇને ફળની લટકો ચુંટી લઈ ને, ગુણસુંદરીને આપી. રાજાએ ફળ જોઈ ને શરમિંદા થઇ ગયા. નરવર્માદિ રાજાએને દ્વેષ ઉત્પન્ન થયા. ગુણસુંદરીએ વરમાળા મહીપાલના ગળામાં નાંખી. તેના પિતા મહીપાલ નજીક આવ્યા. ( શ. મા. પૃ. ૮૬)
(૩૬)