________________
શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન
ભવ્યતાના નિર્ણયમાટે સૂત્રમાં (આચારાંગમાં) જે સંશય કહ્યો છે, તે તેવા પ્રકારની શંકાથી થએલ મેહને દૂર કરવા માટે કહ્યો છે. ૧૧૫
આથી સિદ્ધગિરિ (અક્ષયગિરિનું) દ્રવ્યથી (આત્માર્થિપણા વગરનું) દર્શન આસન્નભવ્યતાને જણાવનારૂં નથી પરંતુ એવમેવ (સિદ્ધગિરિને જ પ્રભાવ છે કે અભવ્ય દુર્ભવ્ય ત્યાં આવે જ નહિ ૧ર.)
જેમ મહાવિદેહ ક્ષેત્રને પ્રભાવ છે કે ત્યાં તીર્થકર ભગવાન વિચરતા હોય જ, તેવી રીતે સિદ્ધગિરિરાજની આ તેવી તથ્ય શક્તિ કેમ નહિ? (આસન્નભવ્યતાને જણાવનારી.) ૧૩
શ્રીષભદેવ ભગવાને પોતાની સાથે બીજે વિહાર કરવા તત્પર થએલા પુંડરીક ગણધરને ભાવતીર્થમાં અટકાવીને “ક્ષેત્રાનુભાવેન”એ વચનથી અચિંત્ય મહિમાવાળો આ ગિરિરાજ કહ્યો છે, તે શું તીર્થકર ભગવાનથી પણ આ ગિરિરાજ શ્રેષ્ઠ ન હોય? ૧૪-૧૫ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રીયુગાદિચરિતમાં તીર્થના અવસરે કહ્યું છે. તેમજ બીજા ગ્રંથોમાં પણ જોવાય છે ૧૬ જેમ ભવ્યપ્રાણી વડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા નમવા યોગ્ય છે, તેમ તેઓને (અભવ્યદિને) તે (નમવા ગ્ય) પરિણામ હોતે જ નથી. તે પ્રમાણે અહિં ગિરિરાજમાં પ્રતિમાથી પરિણામ હેતે નથી ૧૭ળા અહિં “સ્થાવર પણ ધન્ય છે” તે સત્ય જ કહ્યું છે. તેઓના ભવ્યપણાને આગમવચનમાં વિરોધ નથી ૧૮ વળી બીજે સ્થાને ઋષિઓનાં કલ્યાણકેથી તીર્થ થએલ છે, જ્યારે અહિં ક્ષેત્રના પ્રભાવથી કલ્યાણક થયાં છે. ૧૯ તેથી આ આખા ગિરિરાજને મુનિઓ તીર્થસ્વરૂપ કહે છે. તેથી તેને (ગિરિરાજને) જેનારાને આસનભવ્યતા દુર્લભ નથી રબા જે અહિં (સિદ્ધગિરિસ્તવમાં) પિતાની ભવ્યાભવ્યત્વની શંકા કરી તે પોતાના ભાવની વૃદ્ધિથી થએલી હોવાથી સૂર્યાભદેવની જેમ હાનિકારક નથી ર૧ ફાગણ સુદ ૮ નવ્વાણું પૂર્વવાર (૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ ) શ્રી ઋષભદેવ ભગવાન અહિં આવ્યા હતા, તેથી આ તીર્થને હું હંમેશાં નમસ્કાર કરું છું. મારા પાંચ ક્રોડ મુનિએથી પરિવરેલા શ્રીપુંડરીક ગણધર શ્રીજિનેશ્વર ભગવાન પાસેથી ગણયુક્તને મેક્ષ સાંભળીને અહીં રહ્યા અને મોક્ષ પામ્યા કરવા એ પ્રમાણે બીજા ગણધર પણ અહિં આવ્યા છે અને મોક્ષ પામ્યા છે.
બીજા સ્થાન કરતાં અહિં અનંતગુણ મુનિઓ સિદ્ધ થયા છે ર૪ યતિઓના સમૂહ સાથે દેવેન્દ્રોને પણ નમસ્કાર કરવા યોગ્ય, પિતાને જન્મ સફળ કરવા માટે ભક્િતયુક્ત મનથી હંમેશાં પૂજા કરવા ગ્ય, શ્રાવકને અત્યંત ગાઢકર્મના નાશ માટે સેવા કરવા ગ્ય, તેમજ ચરમભવની જેમ દોષને નાશ કરનાર આ ગિરિરાજ સ્પર્શન કરવા ગ્ય છે. પરપા શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આદિભાગ સંપૂર્ણ
(૨૨)