________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
શ્રીભરતચક્રવતીએ સુવર્ણનું મંદિર બનાવ્યું હતું. તે કાલે ચૌમુખજી બીરાજમાન કર્યા હશે. (મંદિરના ચારે દ્વાર તરફ એક પ્રતિમાજી હોય તેને ચૌમુખજી કહેવાય) આવા ચૌમુખજી ચાર ગતિને દૂર કરીને અક્ષય સુખના દેનાર થાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૮૫
ઈણ તીરથ મોટા થયા, સેલ ઉદ્ધાર સાકાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે લઘુ અસંખ્ય વિચાર આ૮૬ખમા
(કાળ બળ કોઈને પણ છોડતું નથી. તેમાં આ અવસર્પિણી કાળ એટલે દરેક વસ્તુ કાળ ક્રમે જીર્ણ બને, એટલે મંદિર વગેરેમાં પણ એ સ્થિતિ થાય. આથી મંદિર આદિ જીર્ણ થાય ત્યારે તેનો ઉદ્ધાર કરવો જરૂરી થઈ પડે આથી) આ ગિરિ પર મેટા સોલ ઉદ્ધાર થયા પણ નાના નાના તે ઘણા અસંખ્ય થયા, તેવા આ તીર્થંવરને નમન કરીએ ૮૬
દ્રવ્ય ભાવ વૈરી તણે, જેહથી થાયે અંત
તે તીર્થંકવર પ્રણમીયે, “શત્રુંજય” સમરંત ૮૭ખમા (૧) જે ગિરિરાજને સંભારતાં તેના પ્રભાવે દ્રવ્ય ભાવ વૈરીને અંત આવે છે આ કારણે જેનું નામ “શત્રુંજય પડ્યું છે. તેવા આ તીર્થંવરને હંમેશાં પ્રણામ કરીએ ૮ળા
પુંડરિક ગણધર હવા, પ્રથમ સિદ્ધ ઈણે કામ તે તીર્થેશ્વર પ્રણમીયે, “પુંડરિક” ગિરિ નામ ૮૮ખમા (૨)
આ ગિરિરાજ પર પુંડરિક ગણધર, પ્રથમ સિદ્ધ થયા. આ કારણથી તેમના નામથી આ ગિરિ “પુંડરિક” ગિરિના નામથી ઓળખાય છે. આવા તીર્થરાજને હે ભાગ્યશાળીઓ! તમે નમે ૮
કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હવા સુપવિત્ત છે
તે તીર્થેશ્વર પ્રણમીયે, સિદ્ધક્ષેત્ર” સમચિત્ત ૮ખમા (૩) આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાયે પવિત્ર આત્મા સિદ્ધ થયાં છે. આથી આનું ‘સિદ્ધક્ષેત્ર” એવું પણ નામ છે. તેવા આ ગિરિને સમચિત્તથી હંમેશાં નમન કરીએ. આ૮૯
(૧૮૧)