________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
તળ સરખું થયું ત્યારે તેની ઉપર વિમાન સરખાં સુંદર મંદિરે કરવાનું થયું. એમ કહે છે કે આ ખાડે પુરવામાં ૮૦ હજારનાં દેરડાં થયાં હતાં. પછી દહેરાસરનું કામ ધમધોકાર ચાલ્યું. દહેરાસરે પૂર્ણ થતાં પ્રતિષ્ઠાને અવસર આવ્યો. પણ ભાવનાશીલ શેઠ સં. ૧૮૯૨ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા.
કરેલી શેઠની ભલામણને અનુસાર સં. ૧૮૯૩ના પિષ વદ ૧ ના સુરતથી સંઘ પાલીતાણ આવ્યું. આ સંઘમાં બાવન સંઘવીએ અને સવા લાખ જેટલા યાત્રાળુઓ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ દમણીયા અને કુલચંદ કસ્તુરચંદને શીરે હતી. તે બધી જવાબદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલે. ગામ ઝાંપે ચેખા મૂક્યા હતા. ત્યારે એક દિવસના ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો હતો. આ મહોત્સવ મેતીશા શેઠને પુત્ર ખીમચંદભાઈએ કર્યો.
મંદિરની રચના આ મેતીશા શેઠની ટુંકની રચના નલિની ગુલ્મવિમાન જેવી લાગે. આખી ટુંકને ફરતે કોટ છે. કેટની ચારે દિશાએ ચાર કોઠા છે. વચ્ચે બધા દેરાસર છે ને કોટની સંગે દેરીઓ છે.
મધ્યમાં મૂળ દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ મહા વદ ૨ ના રોજ થઈ. તેમનું જ બંધાવેલું સામે શ્રીપુંડરીકસ્વામીનું મંદિર છે. તેની પણ પ્રતિષ્ઠા સાથે જ થઈ છે.
હઠીભાઈ કેશરીસિંહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનું દહેરાસર બંધાવ્યું છે. વળી અમીચંદ દમણનું બંધાવેલું ધર્મનાથ ભગવાનનું પણ મંદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દિવાલે લગાવેલા ગભારામાં છે. તેઓ શેઠના દિવાન કહેવાતા હતા. શેઠ પ્રતાપમલ જોયતાનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે. તેઓ મેતીશા શેઠના મામા થતા હતા. બીજુ ચૌમુખજીનું મંદિર ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનું બંધાવેલું છે, ઋષભદેવ ભગવાનનું દહેરાસર ઘોઘાના પારેખ કીકાભાઈ ફુલચંદનું બંધાવેલું છે. માંગરોલવાળા નાનજી ચીનાઈનું બંધાવેલું ચૌમુખજી મહારાજનું મંદિર છે. આદીશ્વર ભગવાનનું અમદાવાદવાળા ગલાલભાઈનું બંધાવેલું દહેરાસર છે. પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઈનું બંધાવેલું પદ્મપ્રભુનું દહેરાસર છે. સુરતવાળા શેઠ તારાચંદ નષ્ણુનું બંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું બંધાવેલું ગણધર પગલાનું દહેરાસર છે. મુંબાઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું બંધાવેલું સહસકુટનું દહેરાસર છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલું છે. શેઠ અમીચંદ દમણના તેઓ કાકા થતા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખંભાતવાળા પારેખ સ્વરુપચંદ હેમચંદનું બંધાવેલું છે. પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલું શ્રી મહાવીર પ્રભુનું દહેરાસર છે.
(૧૪૬)