________________
શ્રીતીથાધિરાજ ગિરિરાજની યાત્રા
૧૭૦ જિન પાંચ મહાવિદેહમાં થઈને ૧૬૦ જિન અને પાંચ ભરત પાંચ એરવત એમ દશમાં દશ એટલે ૧૭૦ જિન થાય. તે પટની બે બાજુમાં એક બાજુ ચૌદ રાજલોક અને બીજી બાજુ સમવસરણ આરસપાષાણુમાં તેમાં કરેલું છે. તેની બીજી દિવાલે સિદ્ધચક કેરેલા છે. હવે પાછા ચાલે સવાસમની ટુંકમાં. તેની દેરીઓનાં દર્શન કરતાં બીજી બારીએથી બહાર નીકળાય છે, ત્યાં છીપાવસહી આવે છે.
છીપાવસહી
ખરતરવસહીમાંથી બાજુમાં ઢોળાવ ઉપર છીપાવસહી (ભાવસારની ટુંક) આવેલી છે. આ ઢોળાવવાળા ચોકમાં જ પ્રાચીન અને ૩ અર્વાચીન મંદિર છે. આ મંદિર ૧૪મી સદીમાં છીપાએ બંધાવેલું છે. તેથી છીપાવસહી તરીકે બેલાય છે. ગિરિરાજ ઉપરના ઉત્તમ મંદિરે પિકી નાજુક રચનાવાળું આ મંદિર છે. આ મંદિરમાં અંદર પ્રદક્ષિણા દેવાય છે. તેમાં ભમતીમાં ૨૪ ગોખલા છે. અને આગલી બાજુમાં ચેકીયાળું છે. ચૈત્ય પરિપાટીએમાં ટેડરવિહાર તરીકે પરિચિત છે. એમ ડે. ઢાંકી કહે છે. આથી આની પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૭૯૫ માં થઈ છે એવું માનવા બેસવું પડે.
ગઢની રાંગને અડીને શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે. આના ચોકીયાળામાં સુંદર તેરણ છે. આ પુરાણું મંદિર છે.
શ્રીઅજિતશાંતિનાથની કરી
ઢોળાવ ઉપર અજીતનાથ અને શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે, પૂર્વકાળમાં આ દેરીઓ સામ સામે હતી. એટલે એકમાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ પડે. તેથી નંદીસેન ત્રષિએ શ્રી અજીતશાંતિસ્તવની રચના કરીને સ્તવના કરી, એટલે તે દેરીઓ દેવતાઈ રીતિએ એક લાઈનમાં આવી ગઈ
ગઢ નજીક સં. ૧૭૯૧ માં બંધાવેલું ગષભદેવ ભગવાનનું અને સં. ૧૭૮૮માં બંધાવેલું શ્રેયાંસનાથ ભગવાનનું, વળી સં. ૧૭૯૪માં શાહ હરખચંદ શિવચંદનું બંધાવેલું નેમિનાથ ભગવાનનું દેરાસર છે. બાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. વળી એક છત્રીમાં પગલાં છે ને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મંદિરમાં થઈને ર૭ પ્રતિમાઓ છે.
(૧૪૧)