________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
અહિંથી પ્રવેશ કરતાં ખરતરવસહીમાં પેઠા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરસિંહ કેશવજીની ટૂંક આવે છે. તે સં. ૧૯૨૧માં બંધાવેલી છે. તેમાં મધ્યમાં મુખ્ય મંદિર અને તેને ફરતી ચેત્રીસ દેરીઓ છે. બીજી ૧૭ દેરીઓ છે તેમાં પ્રભુજી નથી એટલે ખાલી છે.
સંપ્રતિ મહારાજનું દહેરાસર ડાબા હાથે સંપ્રતિ મહારાજના નામે ઓળખાતું દહેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. એમાં સુધારાવધારા તે ઘણાએ થયેલા હશે પણ ગભારાનું બારશાખ કોતરણીવાળું પુરાણું આજે પણ છે, તે મનહર છે. તે તેના પુરાણાપણને જણાવે છે. આ દહેરાસરની ડાબી બાજુએ હમણાં થોડા વખત પૂર્વે બનાવેલું એક વિશાળકાય કુંડ આવેલું છે. પાણીના પુરવઠાને પહોંચી વળવા તે ન બંધાવ્યું છે.
આગળ ચાલતાં જુદાં જુદાં દહેરાસર છે. તેમાં બાબુ હરખચંદ ગુલછા મુર્શીદાબાદવાળાનું બંધાવેલું એક દહેરાસર છે. વળી સુમતિનાથ ભગવાનનું દહેરાસર બાબુ પ્રતાપસિંહ દુગડનું સં. ૧૮૯૩માં બંધાવેલું છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર સં. ૧૮૯૧માં બંધાવેલું છે. વળી ગષભદેવ ભગવાનનું દહેરાસર છે. હાલા કંડીવાળાનું સં. ૧૮૯૩ માં ચંદ્રપ્રભુનું દહેરાસર છે. શેઠ નરસિંહ નાથા કચ્છીનું સં. ૧૯૦૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. મારૂદેવી માતાનું જુનું મંદિર છે. આ મંદિરમાં મારૂદેવી માતા હાથી પર બેઠેલાં છે. અને હાથી આગળ આવી રહ્યો છે તેવું દેખાડે છે. મારૂદેવી માતા હાથી ઉપર કેવળજ્ઞાન પામીને તુ મોક્ષે ગયા હતાં, તે તેને ભાવ છે. કચ્છી બાબુભાઈએ સં. ૧૭૯૧માં બંધાવેલું ચૌમુખજીનું દહેરાસર છે. સં. ૧૮૮૫ માં બાબુ હરખચંદ દુગડનું બંધાવેલું શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. સં. ૧૮૮૮માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનું બંધાવેલું અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. સં. ૧૮૨૭માં શેઠ હિંમતલાલ લુણિયાએ બંધાવેલું શ્રીકુંથુનાથ ભગવાનનું દહેરાસર છે.
સવાસોમ યાને ખરતરવહી
ચૌમુખજીની ટુંક ઉપર જણાવેલા મંદિરે દર્શન કરતા આગળ ચાલીએ એટલે ચેમુખની ટુંકને દરવાજે આવે. તેમાં ફેંસીએ એટલે સનમુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર શ. ૧૮
(૧૩૭)