________________
ધન્ય શત્રુંજય વળી વઢીયારને રેતાળ પ્રદેશ પણ એક વખત સમુદ્ર હોવો જોઈએ, કેમકે ઝીઝુવાડા આગળ અગાઉ સમુદ્રને કીનારે હોય, ને ત્યાં હોડીયે રહેતી તેવી દંતકથા છે. શંખેશ્વર નજીકના ભાગમાં વહાણ બાંધવાના મોટા લંગરે અર્ધ દટાયેલા પડયાં છે.
આ બધાં ચિહ્નો જોતાં બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીને કચરો ભરાઈને તે રણ બંધાયું હોય તેમ મી. બ્લાનફર્ડને મત છે.
એટલે આ રીતે પ્રાચીન કાલે શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીએ સમુદ્ર ધુંધવત હોય એ સંભવિત છે.
કાળક્રમે સમયના પ્રવાહની થપાટોથી સાગર સરકી ગયું અને ગિરિરાજ શત્રુંજય પણ તપસ્વીની જેમ પોતાની ગરવી કાયાને સંકોચ ગયે અને હાલની પરિસ્થિતિએ આવી ઉભે.
આમાં અવસર્પિણી કાળને પ્રભાવ અને સમયની વિચિત્ર અસરે જ કારણ રૂપ જણાય છે. કેમકે સૌરાષ્ટ્રમાં આજે પણ વિશાળ ગિરિ પ્રદેશ જણાય છે.
કાળ પ્રભાવે વચલા ગાળામાં અવર જવરના ઘસારાથી તથા છૂટા છવાયા ગામડાં વસતાં ખેતીવાડીને ઉપયોગ શરૂ થવાથી સૌરાષ્ટ્રને પહાડી તેમજ વનરાજથી ભરપૂર પ્રદેશ જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયે.
જેમ કે વલ્લભીપુરની પ્રાચીન ભૂમિકાના ચમારડી પાસેના ડુંગરા કે જ્યાં સમુદ્રનાં પાણી છોલે મારતાં તેમ અંગ્રેજ વિદ્વાન છે. ફોબર્સ જણાવે છે.
ત્યાંથી આ પહાડી પ્રદેશ ઉપર નજર કરશું તે અનુક્રમે ગોપનાથ, ઈસાલવા અને શિહોર, મઢડા તથા સોનગઢ પાસેની ટેકરીની હારની હાર આગળ વધીને એક તરફ ખાખરાના ડુંગરને અને બીજી તરફ શત્રુંજયના ૨૯૭૭ ફૂટ ઉંચા શિખરની છાયામાં સમાય છે; ને ત્યાંથી કદંબગિરિ, હસ્તગિરિના શિખરને વટાવી છેક તાલધ્વજગિરિ (તલાજા) સુધી જાય છે.
જ્યારે પૂર્વમાં શત્રુંજયને લગતે ભાડ વગેરે શિખરેથી આગળ વધતાં હાથસણીના પહાડ, છાપરીયાળી તથા રાજુલાની હારબંધ ટેકરાઓ, લોંચ અને સાણાના, ગીર (ગુફાઓવાળા) ડુંગરા. પલાણી, મીતીઆળાના પહાડે અને તે પછી ૬૦ માઈલ લાંબા અને ૩૦ માઈલ પહોળાં પથરાયેલ ગીરના જંગલમાં ૧૫૦૦ થી ૨૧૦૦ ફૂટ ઉંચા ગીરનાં શિખરે, દક્ષિણે છેક કેડીનાર સુધી અને પૂર્વે એક ગિરનાર (રૈવતાચલ) સુધી ઉભેલાં છે.
સૌરાષ્ટ્રના પહાડી પ્રદેશમાં ગિરનારને પહાડ શ્રી શત્રુંજયના ઉયંત શિખર તરીકે શાસ્ત્રમાં ઓળખાવેલ છે. આ પહાડનાં શિખરે અત્યારે પણ ૩૬૬૬ ફિટ અને સમુદ્રની સપાટીથી લગભગ પાંચહજાર ફિટ ઉંચા ઉભાં છે. ને તેના પ્રમાણમાં તેને ઘેરા પણ મોટો છે.
તે પછી ભાદર અને ઉબેણ નદી વચ્ચે ઓસમનો પહાડ કે જેમાં અત્યારે પણ માઈલે
VIII