________________
શ્રીશંત્રુજય ગિરિરાજ દર્શન
દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. મેતીશા શેઠની ટુંક પહેલાં આ મંદિરે થયાં છે. તેથી એમ કલ્પી શકાય કે કુંતાસારની જે ખીણ હતી તેની ધાર પર આ બે મંદિર બંધાવ્યાં હશે. તેની પછી બગીચો અને મોતીશાની ટૂંક આવે છે. (તેનું વર્ણન નવ ટુંકમાં કરશું.) આગળ જવાને રસ્ત છે. મોતીશા શેઠની ટુંકને લાગીને કુંડ આવે છે. તે કુંડ ઉપર મોતીશાને ટૂંકની દીવાલને લાગીને કંતાસાર દેવીને ગોખલે છે. રામપળની અંદર જે ચોક છે. ત્યાં ડેલીવાળાઓ વગેરે બેસે છે. આરામ કરે છે.
સગાળપોળ
ત્યાંથી થોડા પગથીયાં ચઢીએ એટલે સગાળપળનો દરવાજે છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. “સગાળપળને દરવાજો જીર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યો છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાના સાધન સિવાયને વધારાને સામાન મુકાય છે. ત્યાં પહેરેગીર કાયમ રહે છે. અંદર આવીએ એટલે નાંઘણકુંડ આવે છે.
રસ્તાની એક બાજુએ ઓફીસ છે. ગિરિરાજ ઉપરનો જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. તથા ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે. ઓફિસની બાજુમાં પુજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ ઓરડીઓ બાંધેલી છે. આ દોલાખાડીના નામથી ઓળખાય છે.
વાઘણપોળ ઉપર ડાં પગથીયાં ચઢીએ એટલે “વાઘણપોળને દરવાજો આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે, અને બીજી બાજુએ વાઘ છે. વાઘના તેવા કેઈ કારણથી આ વાઘણપોળ” કહેવાય છે. વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિ વાળી દેરી છે.
વ્યાધ્રપતોલી ખેદ કામ કરતાં વિ. સં. ૧૨૮૮ને વસ્તુપાલ તેજપાલને કાળા પત્થરને શિલાલેખ જે નિકલ્યો તે વાઘણપોળના દરવાજામાં તેની દિવાલ પર લગાવ્યા છે. વાઘણપોળને દરવાજે નવેસરથી ન બનાવ્યું છે.
વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીએ ટુંક આજે “વિમલવસહી'ના નામથી ઓળખાય છે. વાઘેલા યુગમાં વાઘણપોળની જમણું
(૧૧૪)