________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
ગિરિરાજ પર ચઢવા માટે જયતલાટીથી પગથીઆવાળા રસ્તા છે. પૂર્વે કાચા પગથીયાં હતાં, હવે જયતલાટીના આખા રસ્તા પરને ઘેટીની પાયગાના આખા રસ્તા પર પગથીયાં પાકાં થયાં છે, જયતલાટીથી ચઢતાં રામપાળ સુધીના ૩૭૪૫ લગભગ પગથીયાં છે. ગિરિરાજના આખા રસ્તા સવાબે માઈલને છે. ગિરિરાજ પર વિસામે વિસામે શે.આક. તરફથી ચાકી રહે છે. ચઢવાનુ ચાલુ કરીએ એટલે પહેલા વિસામેા આવે છે. પછી બીજો વિસામે આવે છે. ત્યાં ધેાળી પરખ આવે છે. તે ધેારાજીવાળા અમુલખ ખીમજીના નામની છે. તેની સામી બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તિનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૬૮૫માં થઇ છે. સિદ્ધગિરિરાજના પહેલા ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તે અરિસા ભવનમાં કેવળ— જ્ઞાન પામ્યા, અને પછી મેક્ષે ગયા.
પહેલા કુંડ
પછી સરખી જમીન આવે છે. ત્યાં પહેલા કુંડ–ઈચ્છાકુંડ છે. તેને નવા કુંડ પણ કહે છે. તે ૧૬૮૧માં સુરતના શેઠ ઇચ્છાચંદે બંધાવેલા છે. ત્યાં વિસામેા છે, પરમ પણ છે.
ત્યાંથી ચઢવાની શરૂઆત થતાં થાડા પગથીયાં ચઢતાં, શ્રીનેમિનાથ ભગવાન શ્રીઆદીશ્વર ભગવાન અને વરદત્તગણઘરના પગલાં આવે છે, તે નેમિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર હતા. તે ગણઘરે આ તીને સુંદર મહિમા વબ્યા હતા. આગળ ચાલતા લીલી પરખ આવે છે. આ પરબ ડાહ્યાભાઇ દેવસી કચ્છીના નામથી થઈ છે, ત્યાં દેરી પણ છે. પછી ત્રીજો વિસામે આવે છે. તેની ખાજુમાં ઊંચા એટલા પર દેરીમાં શ્રીઆદીનાથ ભગવાનના પગલાં છે, વિસામે છે. ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરખ છે. બાજુમાં કુમારપાળ રાજાને બંધાવેલા બીજો કુમારકુંડ છે.
હિંગલાજના હડા
ત્યાંથી ચાલતાં હિંગરાજના હુડાની શરૂઆત થાય છે, તેના ચઢાવ જરાક છાતી સમેા અને કઠીન છે. એવી એક કહેવત છે કે, “ આવ્યા હિંગલાજના હુડો, કેડે હાથ દઈ ચઢા, ફુટયા પાપના ઘડા, માંધ્યા પુણ્યના પડે ! ” હિંગલાજના હડા ચઢતાં હિંગલાજ માતાની દેરી આવે છે.
ܕܕ
હિંગલાજ માતા
દંતકથા એવી છે કે–હિંગલાજની મૂર્તિ સ્વરુપે અંબિકાદેવી છે. કારણ કે એક વખત હિંગુલ નામના રાક્ષસ, સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતા હતા. આથી કોઈ સંતપુરુષે ધ્યાન અને તપના પ્રભાવે, અંખિકાદેવીને ખેલાવી, અને દેવીને કહ્યું કે
(૧૦૬)