________________
ઉથાન
શત્રુંજયકલ્પ, શત્રુંજયગિરિરાજસ્પર્શના (લે—નિત્યાનંદવિજયજી ), ધર્મષસૂરિકૃત અને શુભશીલગણિનીટીકા યુક્ત શત્રુજય કલ્પ, નવાણુપ્રકારિપૂજા, નવાણું અભિષેક પૂજા, શ્રાદ્ધવિધિગત શ્રીચંદ્રરાજાને રાસ, તીર્થ ધિરાજ શત્રુંજય ટુંક પરિચય, શત્રુંજય તીર્થરાસ, નયસુંદર કૃત શ્રી શત્રુંજય - ઉદ્ધારનો રાસ, સમયસુદર કૃત શત્રુંજય તીર્થોદ્ધારરાસ, જૈન તીર્થ સર્વસંગ્રહ ભા. ૧ લે, સારાભાઈ મણિભાઈ નવાબને શત્રુંજય તીર્થ અંગેને સંગ્રહ, હિન્દુસ્તાનના જૈનતીર્થો, શત્રુંજય પ્રકાશ જૈન વિરુદ્ધ પાલીતાણ, શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ, જન જનરલ ત્રિમાસિક, વગેરેનું તેમજ મારા અનુભવનું આલંબન લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે.
પૂર્તિ–૧. શીલાલેખે છપાતાં નવી પ્રતિષ્ઠાને શિલાલેખ લીધે. ૨–૨૦૩૫માં ગિરિરાજની જાત્રા કરતાં નવા ખારા પત્થરના જે પૂરાણું શિલાલેખે નીકળેલા જોયા તેનો પણ નિર્દેશ કર્યો. ૩.-૧૨૦ ફેટાએને પરિચય આવ્યે પણ તે પછી દાદાને રંગીન ફેટ, ૧૦૦ વર્ષ પૂર્વેનાં ગિરિરાજ પરનાં સમર્ગ મંદિરે, તે વખતની જયતલાટી, ૨૦૩૫માં જીર્ણોદ્ધાર કરેલી જયતલાટી, અમારા ગુરુ મહારાજને ફેટો, સંપાદકના ઉપાસ્ય શ્રીશામળા પાર્શ્વનાથજી, ગિરિરાજ ઉપરના મંદિરે અને તેને ફરતા કેટ સહિતને તળ પ્લાન આવ્યું છે. . ૪-શેઠ શાંતિદાસના કપડા પરના પટને ૧૭ મી સદીના પટને ફેટો શે. આ. ક. પાસે માગે છે, આવશે તે કેઈપણ પ્રકારે લઈશું. પ.–સહાયકે કે જેમને તાજેતરમાં સહાય કરી છે તે નામે વ્યુત્ક્રમે આવશે. ૬-આમાં જણાવેલા ફેટાને પરિચય પણ આપશું. (આટલું પાછળથી ઉમેર્યું છે.)
કેઈક જગપર સ્મૃતિ દેષથી કે પ્રેસદોષથી અશુદ્ધિ રહી હોય તે સુધારી વાંચવા અભ્યર્થના છે.
વળી સં. ૨૦૧૬માં ફેટાઓ લીધેલા ને સં ૨૦૩૪માં દશ એક ફેટા લેવાયેલા આથી કઈ સ્થળની ભૂલ થઈ હોય, વળી સં. ૧૯૬માં શિલાલેખે લીધેલા હોવાથી અત્યારે તેના સ્થળે વગેરે બદલાયાં હોય અને કેઈક લેખે નષ્ટ પણ થયા હોય તે સંભવ છે. તે તેની દરગુજર કરશે. આ બધા કારણોને આધીન કેઈ ભૂલ થઈ હોય તે અંતરથી અભ્યર્થના સાથે મિચ્છામિ દુક્કડું
૨૦૩૫ અક્ષયતૃતીયા
પાલીતાણા
આગમ દ્ધારક ચરણ રેણુ
કંચન સાગર