________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન
પાલીતાણામાં સ્થાનિક જૈનાની વસ્તી ઘણી છે. ગામથી માંડીને જય તલાટી સુધીમાં અનેક શિ અને અનેક ધર્મશાળાએ આવે છે. યાત્રાળુએ તેમાં સ્થિસ્તા કરે છે.
પુલ એળંગ્યા પછી ગામમાં પ્રવેશ કરતાં થાડુ' ચાલીએ એટલે જમણા હાથ પર એક ખાંચામાં આગળ જતાં શ્રીગાડીપાર્શ્વનાથજીનું મંદિર આવે છે. બજારમાં ચાલતાં, માંડવીથી જમણી બાજુએ ઘેાડા અંદર જઈએ એટલે, શેઠ આણંદજી કલ્યાણજીની મૂળ–અસલ પેઢી આવે છે. જોડે જ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે. સામે મેાતીશા શેઠની ધર્માંશાળા છે. બજારમાં આવીએ ત્યારે જુદીજુદી ધમ શાળાએ આવે છે. આગળ ચાલતાં રણસી દેવરાજની ધશાળા આવે છે. તેની બાજુમાં એક જુની તલાટીના નામે ઓળખાતી જગ્યા છે. આગળ ચાલતાં નરશી કેશવજી, વીરખાઈ, નરસીનાથાનાં દહેરાસર આવે છે. ધમ શાળાએ તા આવ્યા જ કરે છે. 'કુબાઇની ધર્મશાળામાં મદિર છે.
વિજયતલાટી
કંકુબાઈની ધર્મશાળા પાછળ વિજયતલાટીના આટલા છે. તેની ઉપર આદીશ્વર ભગવાનના ગૌતમસ્વામીના અને મણિવિજયના પગલાં છે.
કંકુબાઈની ધર્મશાળા પાછળ શ્રીમલ્લિનાથ ભગવાનનુ' મંદિર છે. આગળ ચાલતા જશકું વરબાઇની ધ શાળામાં દહેરાસર આવે છે. વમાનમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહી' લાવવામાં આવી છે. શે. આ. કે. ના બધા વહીવટ અત્યારે અત્રે ચાલે છે.
આગળ ચાલતાં માધવલાલ ખાણુનુ દહેરાસર આવે છે. સાંડેસરાવ ભુવનમાં દહેરાસર છે, ૫ જાખીની ધર્મશાળામાં મંદિર આવે છે, આરિસાભુવનમાં મંદિર આવે છે, આગળ ચાલતાં, નાહર મીલ્ડીગ પછી ‘ કલ્યાણવિમલ’ની દેરી આવે છે.
કલ્યાણ વિમલની દેરી
ઊંચા ઓટલા ઉપર ઘુમટવાળી દેરી છે. તે વિમલગચ્છના કલ્યાણવિમલ મુનિની છે. તેમને અત્રે અગ્નિસ’સ્કાર કર્યાં હતા, અને તેની ઉપર યાદગીરીમાં મુનિશ્રીગજવિમલે આ દેરી બંધાવરાવી હતી. આમાં છ જોડી પગલાં છે. તલાટીએ પ્રથમ ભાથું આ મુનિરાજના ઉપદેશથી સીતાબચંદન્હારના દાદાએ શરૂ કર્યું હતું. ભાથાની શરૂઆત ઢેખરાથી થઈ હતી. ભાથુ' ભાથા તલાટીએ અપાય છે, તે અદ્યાપિ પર્યંત ચાલુ છે.
આગળ ચાલતા, વલ્લભવિહારનુ દહેરાસર આવે છે. ત્યાંથી આગળ નાળા પછી બાળાશ્રમ આવે છે. ત્યાં મંદિર છે. તે પછી રાણાવાવ આવે છે. તેની નજીકમાં ઊ'ચા એટલા પર મેઘમુનિના સ્તુપ છે.
(૧૦૨)