________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
શાહજાદા બહાદુરખાને પણ કરમાશાની દુકાનેથી ઘણું કાપડ ખરીદું. તેથી કરમાશાને શાહજાદાની સાથે સારી મિત્રતા થઈ ગઈ.
એક દિવસ રાત્રીમાં કરમાશા ઊંઘતા હતા, ત્યારે સ્વપ્નામાં ગત્રદેવીએ આવીને કહ્યું, કે આ શાહજાદાથી તારી ઈષ્ટ સિદ્ધ થશે.”
બીજે દિવસેથી કરમાશા, શાહજાદાનું ખૂબ સંભાળ પૂર્વક ખાન પાન, મીઠાં વચને વગેરેથી સન્માન કરવા લાગ્યા.
બહાદુરખાન પાસેથી બધી રકમ જ્યારે ખર્ચાઈ ગઈ, ત્યારે કરમાશાએ એક લાખ રૂપીઆ કોઈપણ જાતની શરત કે લખાણ કર્યા વગર આપ્યા. આથી શાહજાદે ખૂબ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે “હે ઉત્તમ મિત્ર! જીંદગી સુધી આ તારે ઉપકાર ભૂલી શકું તેમ નથી.” અર્થાત્ જીંદગી સુધી તારો ઉપકાર ભૂલીશ નહિ.
કરમાશાએ કહ્યું, કે “આપ આવું ન બોલે. આપ તો અમારા માલિક છે. અમે આપના સેવક છીએ. કેવળ એટલી અરજ છે કે કઈ કઈ વખત આ સેવકને યાદ કરજો અને આપને રાજ્ય મળે ત્યારે શ્રી શત્રુંજ્ય તીર્થને ઉદ્ધાર કરવાની મારી પ્રબળ ઉત્કંઠા છે, તે પૂરી કરવા દેજે.”
શાહજાદાએ વચન આપ્યું, કે જરૂર તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ, અને જે કઈ સહાયની જરૂર હશે તે હું પૂરી પાડીશ.” એમ કહી અનુમતિ લઈ ત્યાંથી નીકળી ગયે.
આ બાજુ ગુજરાતમાં મુજફરખાનનું મૃત્યુ થયું. તેની જગ્યાએ સિકંદર બેઠે, તે નીતિવાન હતું પરંતુ દુર્જનોએ તેને થોડા જ દિવસમાં મારી નાખ્યો. આ સમાચાર જ્યારે બહાદુરખાને સાંભળ્યા ત્યારે તે એકદમ ગુજરાત તરફ આવ્યું, અને ચાંપાનેર પહોંચ્યા. ત્યાં ઈમામુલ્કને પકડી ને મારી નાંખે. ચાંપાનેરની ગાદી ઉપર વિ. સં. ૧૫૮૩ના ભાદરવા સુદ-૨ ગુરુવારને દિવસે તેને રાજ્યભિષેક થયે અને બહાદુરશાહ નામ ધારણ કરી તે ગાદી ઉપર બેઠો.
રાજ્ય ગાદી ઉપર આવીને બહાદુરશાહે સ્વામીદ્રોહી, દુર્જને ઉદ્ધત માણસે વગેરેને કડક શિક્ષા કરી. કેઈને જેલમાં પૂર્યા તે કેઈને મારી નાંખ્યા, કેઈને દેશનિકાલ ક્ય, તે કોઈને પદભ્રષ્ટ કર્યા, કેઈની માલમિલ્કત જપ્ત કરી, જેજે માણસોએ અનાદર કર્યો હતો તેઓને પણ શિક્ષા કરી. આથી નાના-નાના રાજાઓએ આવીને ભેટ ધરી તેની આજ્ઞાને સ્વીકાર કર્યો.
પૂર્વીસ્થામાં જે માણસોએ ઉપકાર કર્યો હતો તે સને બેલાવી ઉચિત સત્કાર કર્યો, કરમાશાને બેલાવવા માટે ખાસ માણસને ચિતડ મેક.
(૯૧)