________________
શ્રીશત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધાર
આચાર્ય ભગવંતે કહેલ સાંભળી તલાશાને હર્ષ અને ખેદ સાથે થયાં. પિતાને પુત્ર તીર્થને જીર્ણોદ્ધાર કરાવશે તેથી હર્ષ, જ્યારે પિતે તીર્થને ઉદ્ધાર નહિ કરાવી શકવા બદલ ખેદ થયે.
આ વખતે કરમાશા કુમાર અવસ્થામાં હતા. તેમણે આ વાત સાંભળી ગુરૂમહારાજના વચનને સફળ કરવાને મને રથ નક્કી કર્યો.
શ્રીધર્મરત્નસૂરિજી મહારાજ સંઘ સાથે આગળ વિહાર કરવા તૈયાર થયા ત્યારે તલાશાની વિનંતીથી પિતાના શિષ્ય ઉપાધ્યાય વિનયમંડનગણિને ચિતેડમાં રહ્યા.
ઉપાધ્યાય મહારાજ પાસે તલાશાના પાંચ પુત્રો ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. તેમાં ભવિષ્યમાં તીર્થ ઉદ્ધારનું કાર્ય કરનાર કરમાશા ઉપર ઉપાધ્યાય મહારાજને અધિક સ્નેહ હતે.
એક વખતે કરમાશાએ ગુરૂ મહારાજને કહ્યું કે, “હે ગુરુદેવ ? આપશ્રીના ગુરુમહારાજનું વચન સિદ્ધ કરવા માટે આપશ્રીએ મારા સહાયક થવું પડશે.”
ઉપાધ્યાય મહારાજે હસીને કહ્યું કે “ભાગ્યવાન ! આવા ઉત્તમ કાર્યમાં સહાય થવાનું કેણ ન ઈચ્છે?
એક સારા દિવસે ઉપાધ્યાય મહારાજે કરમાશાને “ચિંતામણિ મહામંત્ર” આરાધનાની વિધિ સાથે આવે અને તીર્થોદ્ધાર કરવાના કાર્યમાં ઉદ્યમશીલ રહેવાને ઉપદેશ આપી ગુરુ મહારાજ વિહાર કરી ગયા.
તેલાશાનું આયુષ્ય પૂર્ણ થયે તેલાશા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. પાંચ પુત્રો વગેરેને ખૂબ આઘાત લાગે. “દુખનું એસડ દિવસ” એ ન્યાયે પિતાના મૃત્યુને શેક વિસરાઈ ગયે અને સૌ સૌનું કામ કરવામાં લાગી ગયા.
કરમાશાને બે પત્નીઓ હતી, પહેલી કપૂરદેવી અને બીજી કમલાદેવી. કપૂરદેવીને કોઈ સંતાન હતું, જ્યારે કમલાદેવીને ભીમજી નામને પુત્ર અને શેભા, સેના, મન્ના અને પન્ના નામે ચાર પુત્રીઓ હતી.
કરમાશા કાપડ આદિને વ્યાપાર કરતા અને તેમાં દિન-પ્રતિદિન ઉન્નતિ પામવા લાગ્યા. બીજા ભાઈઓ પણ જુદો જુદો વ્યાપાર કરતા હતા. શ. ૧૨
(૮૯)