________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
તે મૂતિ કયાં છે? જ્યાં હોય ત્યાંથી ખુશીથી એ મૂર્તિ તું લઈ જા.”
જાવડશાએ કહ્યું: “આપની જે ધર્મચક્રની સભા છે તેના આગળના ભાગમાં ભંયરામાં મૂર્તિ છે. આપ આજ્ઞા આપે એટલે તે ભેંયરામાંથી મૂતિ કઢાવું.'
રાજાએ આજ્ઞા આપી એટલે જાવડશા માણસો દ્વારા ભૂમિ પેદાવીને ભેંયરામાં ગયા. તે મુગુટ, કુંડલ, બાજુબંધ વગેરેથી શોભતા અને તાજું જ પૂજન કરેલું હોય તેવી શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ બિરાજમાન હતી.
વાંચકોને આશ્ચર્ય થશે કે બંધ ભંયરામાં આવી પૂજા વગેરે કોણે કરી હશે? આ મૂર્તિનું પૂજન હંમેશાં ચકેશ્વરીદેવી ભાવ-ભક્તિપૂર્વક કરે છે, અને નિત્ય અવનવી અંગરચના વગેરે કરી રત્નાલંકારે ચઢાવી પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે, એટલે હંમેશાં દેદીપ્યમાન મૂર્તિ છે.
સુલતાન વગેરે આવ્યા, સુંદર મૂતિ જોઈને આશ્ચર્ય પામ્યા અને ભાવથી તેમનાં મસ્તક નમી પડ્યાં. જગન્મલ્લ સુલતાન હોવા છતાં મૂર્તિના દર્શન કરી આનંદ પામ્યો અને બે કે
ખરેખર ! સાક્ષાત્ જગત્કર્તા જ નીકળ્યા છે? જાવડ! તું ખરેખર પુણ્યશાળી છે, દેવતાઓ પણ તારા ઉપર પ્રસન્ન છે. આ મૂર્તિને તારે જ્યાં લઈ જવી હોય ત્યાં ખુશીથી લઈ જા, અને તારા મરથ પૂર્ણ કર !
સુલતાને રેશમી વસ્ત્ર, અલંકાર વગેરે આપીને જાવડશાનું સન્માન કર્યું.
મહાવિકટ માર્ગને પણ દેવીની સહાયથી પસાર કરી મૂર્તિ સહિત જાવડશા મહુવા પહોંચ્યા.
ઘણા વર્ષ પહેલાં જાવડશાએ ચીન વગેરે મલેચ્છ દેશોમાં વિવિધ પ્રકારનો માલ વગેરે ભરીને ઘણું વહાણે મેકલ્યા હતા, તે વહાણના કેઈ સમાચાર નહતા. પુણ્યગે જાવડશાનું મહુવામાં ભગવાન સાથે આગમન થયું અને સાથે સાથે મેકલેલાં વહાણને બધે માલ વેચાઈ ગયેલ, તેનું સેનું વગેરે ખરીદીને વહાણમાં ભરીને વહાણે પાછા આવી પહોંચ્યા હતા.
આ સમાચાર મળતાં જાવડશાને ખૂબ આનંદ થયો. હવે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના ઉદ્ધારમાં કઈ કમીના નહિ રહે.
પુણ્ય બળવાન હોય તેથી જંગમ યુગપ્રધાન શ્રીવાસ્વામિજી પણ વિચરતા વિચરતા મહુવા પધાર્યા. જાવડશાએ સુંદર સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યો.
(૭૧)