________________
વ્યાખ્યાન સાહિત્ય જગ્રહ,
જળથી શરીરશુદ્ધિ માટે અસંભવ. मेरूपमानमधुपवजसेविसन्तं चेन्जायते क्यिति कञ्जमनन्तपत्रम् । कायस्य जातु जलतो मलपूरितस्य शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ॥१५॥
મેરૂ પર્વત સમાન ભ્રમરાઓના સમૂહથી જેનો એક છેડે સેવાયેલ છે એવું અનન્ત પત્રવાળું કમલ જો આકાશમાં ઉત્પન્ન થાય તે કદાપિ મલમૂત્રથી પૂર્ણ નિ નાયુક્ત મળેથી ઉત્પન્ન થયેલ શરીરની પાણીથી શુદ્ધિ થાય! ૧૫
જ્ઞાનજળથી આત્મશુદ્ધિ किं भाषितेन बहुना न जलेन शुद्भिर्जन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । त्रेधा विमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधळिलेन शुचित्वपत्र ॥ १६ ॥
બહુ કહેવાથી શું, પાણીથી સ્નાન કરવાથી બીજે જન્મ પણ શરીરની શુદ્ધિ થતી નથી એમ વિચાર કરીને સન્ત મહાત્માએ ત્રણ પ્રકારે (કર્તા, કાયિતા, અનુદિતાએ) કરીને પાણીથી શુદ્ધ થવાના કરેલા અભિમાનને છોડીને અત્ર જ્ઞા નરૂપી જળથી સ્વકીય આત્મશુદ્ધિ કરે. ૧૬
અષ્ટકર્મની શુદ્ધિ માટે ત્રિપુટીમંત્ર. दुष्टाष्टकममलशुद्धिविधौ समर्थे निःशेषलोकभवतापविधातदक्षे । सज्ञानदर्शनचरित्रजले विशालशौचं विदध्वमपि विध्यजलाभिषेकम् ॥१७॥
હે સજજને! પાણીમાં શૈઅને ત્યાગ કરીને દુષ્ટ એવા * આઠ પ્રકારના કર્મની શુદ્ધિ કરવાના વિધિમાં સમર્થ, સમગ્ર લેકના સંસારના તાપને નાશ કરવામાં ચતુર એવા સત્ (સત્ય) જ્ઞાન, સદર્શન, અને સચ્ચારિત્રરૂપી વિશાળ પાણીમાં શેચને કરે. ૧૭
જ્ઞાનજળનું પ્રક્ષાલન. निःशेषरापमलबाधनदक्षमय॑ ज्ञानोदकं विनयशीलतटद्वयाढयं चारित्रवीचिनिचयं मुदितामलत्वं मिथ्यात्वमीनविकलं करुणाधगाधम् ॥१०॥
સમગ્ર પાપના મલને નાશ કરવામાં ચતુર, પૂજવા ગ્ય, વિનય અને શીલ એ બે કાંઠા સુધી ભરેલું, ચારીત્ર રૂપી લહેરોના સમૂહવાળું, આનન્દ યુક્ત જેમાં નિર્મલપણું છે. અને મિથ્યાત્વ રૂપી માછલાંઓથી રહિત, કરૂણું વગેરે ઉત્તમ ગુથી અગાધ એવું જ્ઞાનરૂપી પાણી છે. ૧૮
જ્ઞાનાવરણ ૧ દર્શનાવરણ ૨ વેદની ૩ મોહની ૪ આયુષ ૫ નામ ૬ ગોત્ર ૭ અને આમું અન્તરાય ૮