SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ અધિકાર. ४८७ નથી એટલું જ નહીં પણ તેને માટે પ્રયાસ પણ કરી શક્તા નથી; એવાઓને આ ખું વર્ષ ન બને તે દરેક મહિનામાં છ પર બે પક્ષે મળીને બાર દિવસ તે મનઃ શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવું જોઈએપરંતુ તે પણ ઘણું સાધ્ય કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તે પણ ન કરી શકે તેમને માટે આઠમા અને દશ બન્ને પક્ષે મળી દરેક માસમાં ચાર દિવસ તે આત્મસિયરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જ જોઈએ. પરંતુ ઘણા એવા બીજા જીવે છે કે ત્રીસ દિવસમાં ચાર દિવસ પણ આત્મધ્યાન દ્વારા આત્મરિયરતા પ્રાપ્ત કરી શકતા નથી, તેમને માટે મહાન આત્મવેત્તા શ્રી તીર્થકર ભગવાનના કલ્યાણકના દિવસો નકકી કરાયેલા છે કે તે મહાન પુરૂષની જયંતીના દિવસે તેઓશ્રીની આત્મથિરતાની વાતનું શ્રવણ કરી તે પ્રમાણે બનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસોમાં પણ ઘણે સમુદાય સંપૂર્ણ ભાગ લઈ શક નથી. આત્મસ્થિરતા તે શી રીતે કરવી તે બાજુ પર રહ્યું પણ સેંકડે નવાણું ટકાને તે આ ધ્યાનની પખબર હોતી નથી. જયાં આત્મધ્યાનની કુંચીનું અભાન છે, ત્યાં મન:શાંતિ અને આત્મસ્થિરતા રૂપ પયુંષણાની તે આશાજ શી રીતે રાખવી. આ બધું ધ્યાનમાં રાખીને જે ફરજીઆત રીતે અમુક દિવસે આમધ્યાન દ્વારા આત્મથિરતા માટે નકકી કરવામાં ન આવે તે અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સ. ર્વત્ર અશાંતિ અને અસ્થિરતાનું જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય. આવું ન બને અને જગમાં મન:શાંતિ અને આત્મસ્થિરતા ચાલુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચીન મહત્પરૂએ ફરજીઆત રીતે વર્ષમાં આઠ દિવસ તે આત્મધ્યાન દ્વારા, મનઃ શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઈએ એ નિર્ણય કરીને સર્વ આત્મસ્થિરતા આરાધકે–ચતુર્વિધ સંઘને માટે પર્યુષણ પર્વની પ્રવૃત્તિ કરી છે–એટલે કે કાંઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ તે આત્મતિ ઈચ્છક વર્ગે અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન વગેરે કરવાં જેઈએ, એ કરવાને હેતુ ફક્ત આમથિગ્સ–પર્યુષણાજ છે. સામાયિકમાં તે પ્રત્યક્ષ રીતે સમભાવમાં આવવું જ જોઈએ. પ્રતિકમણમાં પણ આત્માભિમુખ પગલાં ભરવાં જ જોઈએ. પૂજનમાં પણ સંદર્ય દ્વારા મન:શાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવું જોઈએ. ઉપવાસાદિના પ્રત્યાખ્યાનને હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મન શાંતિ સાંપડે છે. ઉપવાસાદિને હેતુ મુખ્ય તે એવો છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલો પુરૂષાર્થ કરે કે ખાવું પણ નહીં, પીવું પણ નહિ, બલવું ૫. શું નહિ, પરંતુ કેવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જે પ્રત્યાખ્યાને થાય છે તે વિશેષ સફળતા વાળાં ગણી શકાય. અંધપરંપરાએ લેલેલોલ તે મિથ્યા મતિઓ એટલે આત્મજ્ઞાન વિમુખે કુટે છે. અંધપરંપરાએ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy