SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સંધ ભક્તિ-અધિકાર. ૪૬૭ सङ्घभक्ति-अधिकार, ન નિરર્સ એ પવિત્ર શબ્દનું ઉચ્ચારણ પરમાત્મા શ્રી તીર્થકર પ્રભુના શ્રીમુખે સંઘના વિશેષણ રૂપે થયું હતું એ સ્પષ્ટ બતાવે છે કે જેટલા અંશે તીર્થ એ પવિત્ર અને પૂજ્ય સ્થાન છે તે પ્રમાણે શ્રી સંઘ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા)ને એકંદર સમૂહ એ પણ તીર્થના જેટલાંજ ગેરવવાળાં છે. મતલબ કે હાલ આપણે જેને તીર્થ તરીકે પીછાણુએ છીએ તે સ્થાવર તીર્થ છે. જ્યારે શ્રી સંઘએ જંગમ તીર્થ છે. આવી મહાન પાવર (શ્રી સંઘ) ના નવા માટે જ્યારે ખુદ પરમાત્મા શ્રી તીર્થકર પ્રભુ આવા ઉચ્ચ ભાવથી જુએ છે તે પછી તેમનામાં પવિત્ર તેજ કેટલું હોવું જોઈએ તે સમજવાની જરૂર છે. દરેક જૈન શ્રી સંઘનું અંગ છે. એટલે પવિત્ર સમૂહને અંશ પણ પવિત્ર ૪ હેય તે ન્યાયે દરેક જેને પણ પવિત્રજ હોઈ શકે તે નિર્વિવાદ છે. આવા સ્વ આત્મા તેજના જ્ઞાનને સમજી શ્રી સંઘના પવિત્ર નામને ઉજવળ કરી શકાય તેટલા માટે શ્રી સંઘના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેવા પવિત્ર ગુણથી અંકિત શ્રી સંઘની ભક્તિ કરવી તે ફજ છે. વ્યવહારમાં વસી દ્રવ્ય સંચય કરનાર માટે પિતાની કમાણીને અમુક હિ સે સટ્ટમાર્ગે વાપરવાને જે ફરમાન છે તેમાં પણ મુખ્ય સાત માર્ગ દર્શાવ્યા છે. એ સાત પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારની સેવા શુશ્રુષા અને હિત માટે વાપરવાને ફરમાન છે. આ પ્રમાણે સાત ક્ષેત્રમાંથી ચાર ક્ષેત્ર એટલે અર્ધ કરતાં વધારે હિ જેના માટે વાપરવાનું છે તેના એકંદર સમૂહ (શ્રી સંઘ ની ભક્તિ કરવી તે મહત પુણ્યનું કાર્ય અને મુખ્ય ફરજ છે. તેમ જાણ સંઘભક્તિ માટે દરેક પ્રયત્ન આદરવા શ્રી સંઘની મહત્તા દર્શાવવાને આ અધિકાર આરક્ષા કરવામાં આવે છે. સંઘના ચરણ સ્પર્શની ભાવના. *પ્રનુષ્ય. कदा किल भविष्यन्ति मद्गहांगणभूमयः । श्री संतचरणाम्भोजरजोरानिपवित्रिताः ॥१॥ મારા ઘરના આંગણાની ભૂમિઓ શ્રો સાઘના ચરણ કમલના જન પતિએથી પવિત્ર ક્યારે થાશે ? + ૧-૨ સૂકિત મુકતાવલી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy