________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
હે ભચ! તીર્થયાત્રા કરીને શરીરને પવિત્ર કર, ધર્મની ઈચ્છા વડે અન્તઃકરણને શુદ્ધ કર, સુપાત્રને દાન આપવાથી દૂચની (ધનની) શુદ્ધિ કર અને સદાચરણ વડે કુળને પવિત્ર કર. ૨
તીર્થ સેવનમાં મહત્તા
वसन्ततिलका. श्रीतीर्थपान्थरजसा विरजी भवन्ति तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तार्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युस्तीर्थार्चनादिह भवेजनवन्दनीयः ॥ ३ ॥
પવિત્ર તીર્થના માર્ગની રજ-ધૂલી વડે (તેમને સ્પર્શ થવાથીજ) નિષ્પાપ થવાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી તેને સંસારમાં ભ્રમણ-ભટકવું રહેતું નથી, તીર્થોમાં દ્રવ્યને થય–ખર્ચથી ( સત્પાત્રને દાન વગેરે આપવાથી) સમ્પત્તિની સ્થિર તા થાય છે અને તીર્થનું અર્થન પૂજન કરવાથી આ સંસારમાં મનુષ્યને વન્દન કરવા યોગ્ય થવાય છે. ૩
તીર્થયાત્રાના અનંત ફળ.
ધરા, आरंभाणां निवृत्तिविणसफलतां सङ्घवात्सल्यमुच्चैनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यक् जिनवचनकृतिस्तीर्थ सत्कर्मकत्वं
सिद्धेरासनभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥४॥ તીર્થયાત્રા કરવા જતાં વ્યવહારર્થે આરભેલા મહાત્મક કાર્યોથી નિવૃત્તિ (શાંતિ) મળે છે, સમાગે (સુપાત્રમાં) વપરાવાથી દ્રવ્યના વ્યયની સફળતા થાય છે, સ્વામી ભાઈઓને જ્ઞાનગોષ્ટિ તથા જમવા જમાડવામાં સંસર્ગ થવાથી સંઘસમુદાયમાં વાત્સલ્ય ભાવ (પ્રેમ) ઉદ્દભવે છે, દર્શનથી સમકિત નિર્મળ (સુદ્ધ થાય છે અને તેથી આપ્તવર્ગનું હિત કરવાની બુદ્ધિ પ્રગટે છે, તથા જીર્ણ ચિત્યપરી પાટીના રક્ષણ (ઉદ્ધાર) માટે પેજના થાય છે. વળી તીર્થ મહાભ્યમાં વૃદ્ધિ થવાથી જીનેશ્વરના સમકિતબેધી બીજનું યથાર્થ પાલન થવા સાથે સત્કર્મમાં સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે, અને એ સર્વ સુગના ફળરૂપે આત્મસિદ્ધિ અથવા દેવલોકની પ્રાપ્તિ થવી એ તીર્થયાત્રાનું ફળ છે.