SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^ ^ ^ ૪૧૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ ખળ પુરૂષની મૈત્રી અને દીવાની જવાલા સરખી છે. દીપકની જવાલા જેમ ચીમની વિગેરે શુદ્ધ પાત્રને કાળું કરી દે છે, તેમ દુર્જનની મૈત્રી પાત્ર (શુદ્ધ મા સુસ) ને અપવિત્ર અયોગ્ય બનાવે છે. દીપકની જવાલા ગુગ (દીવાટ) ને બાળે છે તેમ દુર્જનની મૈત્રી સદ્દગુણને નાશ કરે છે. જેમ દીપકની જવાલા તત્કાળ નેહ (તેલ કે ઘી) ને નાશ કરે છે, તેમ દુષ્ટની મૈત્રી સ્નેહ (પ્રેમ)ને નાશ કરે છે. અને જેમ દીપકની જવાલા નિર્મળ વસ્તુમાં પણ મત (મસ) લગાડે છે તે દુર્જન ની મૈત્રી પુરૂષને વિષે મલ(દોષ) નું આળ ચઢાવે છે. ૮ દુર્જનનો સંગ ન કરે. न परं फलति हि किंचित् खल एवानर्थमावहति यावत् । मारयति सपदि विषतरुराश्रयमाणं श्रमापनुदे ॥९॥ ખળ પુરૂષને આશ્રય કર્યો હોય તે તે કાંઈ સારૂં ફળ આપતું નથી. પરંતુ ઉલટે જ્યાં સુધી પિતાનું ચાલે ત્યાં સુધી અનર્થનેજ આપે છે જેમકે પરિશ્રમ (થાક) ઉતારવા માટે પિતાને આશ્રય કરતા મનુષ્યને વિષ (ઝેર) નું વૃક્ષ મ રી નાખે છે. માટે કોઈપણ દિવસ દુર્જનને સંગ ન કર. ૯ ખળ પુરૂષના સંબંધમાં અશાંતિ. વન્તતિવI (૧૦-૧૧) उद्भासिताखिलखलस्य विशृंखलस्य प्राग्जातविस्मृतनिजाधमकर्मवृत्तेः । दैवादवाप्तविभवस्य गुणद्विषोऽस्य नीचस्य गोचरगतैस्सुखमास्यते कैः ॥१०॥ જેણે તમામ ખળ પુરૂષને દીપાવ્યા છે તે માયાવગરને બળ પુરૂષ પિ તાના પૂર્વે થએલા અધમ વર્તનને ભૂલી જઈ દેવગથી ભવને પામે છે. તેવા નીચ માણસના સંબંધમાં આવવાથી કેઈએ પણ સુખ મેળવ્યું છે ? મતલબ કે નહિ જ. ૧૦ દુર્જનના સંગીને થતું ફળ. दुर्वृत्तसङ्गतिरनर्थपरंपराया, हेतुः सतां भवति किं वचनीयमेतत् । लङ्केश्वरो हरति दाशरथेः कलत्रं, मामोति बन्धमथदक्षिणसिन्धुनाथः ॥११॥ સપુરૂષોને પણ દુષ્ટની સબત તે ઘણું નુકશાન થવાનું કારણ છે તેમાં કહે. વાનું શું ? જુએ તે રાવણે રામચંદ્રજીની સ્ત્રી સીતાનું હરણ કર્યું તેથી દક્ષિણ દિશાના સમુદ્રને બંધન થયું. ૧૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy