SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ દુર્જનનિંદા અધિકાર ટાંકણાથી પત્થર કપાય છે, હીરે હીરાથી કપાય છે, સર્પ માથી ભેદાય છે (પરાજ્ય પામી પાછા ફરે છે) પણ દુષ્ટ પુરૂષકેઈ ઉપાયથી શાંત થતું નથી. ૧ ખળ પુરૂષને શાંત કરવાની મુશ્કેલી. રાહૂઢવિક્રીડિત.(૨-૩) मानं मार्दवतः क्रुधं प्रशमतो लोभं तु सन्तोषतो, मायामार्जवतो जनीमवमतेजिहाजयान्मन्मथम् । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं, नेतुं शान्तिमलंकुतोऽपि न खलं मर्यो निमित्ताद्भुवि ॥२॥ કમળપણથી અભિમાનને, શાન્તિથી ધન, સતેષથી લેભને, નમ્રતાથી કપટને, (સંસારના) તિરસ્કારથી જન્મને, જીભ (રસના ઈન્દ્રિય)ના જયથી કામદેવને, સૂર્યથી અકારને, પાણીથી અગ્નિને, મંત્રથી સર્ષને, શાન્ત કરવાને સંપૂર્ણ રીતે મનુષ્ય સમર્થ છે, પરંતુ કઈ પણ કારણથી ભૂતળમાં ખળ પુરૂષને શાન્ત કરવાને કોઈ પણ સમર્થ નથી. ૨ દુર્જનને સુજન કરવામાં વિધાતાની નિષ્ફળતા. पोतोदुस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दर्पोपशान्त्यै मृणिः । इत्थं तद्भुवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता, मन्ये दुर्जनचित्तवृत्तिहरणे धातापि भमोद्यमः ॥ ३ ॥ વિધાતાએ અગાધ સમુદ્ર તરવાને વહાનું બનાવ્યું. અંધકારના નાશ સારૂ દિ બના, પવન રહિત સ્થાનમાં (પવન ઉત્પન્ન કરવાને) વિજ બનાવ્યું, બોંકી ગયેલા હાથીનું અભિમાન તેડવાને અંકુશ (કુંતણું) બનાવ્યું, માટે આ - ઉપરથી સિદ્ધ થાય છે કે પૃથ્વીમાં એવી કઈ વસ્તુ નથી કે જેને ઉપાય બતાવવામાં વિધાતાએ વિચાર કર્યો ન હોય તે પણ મારી માન્યતા એવી છે કે દુષ્ટ મનુબની ચિત્તવૃત્તિ હરણ કરવામાં વિધાતાને ઉદ્યમ પણ નિષ્ફળ ગયે છે (અર્થાત વિધાતા પણ દુષ્ટને સજજન બનાવી શકે તેમ નથી.) ૩ નોચ મનુષ્યને નીચ મનુષ્યજ સેવે છે. વતન્તતિલેવા. नीचं समृद्धमपि सेवति नीच एव, तं दूरतः परिहरन्ति पुनर्महान्तः । शाखोटकं मधुरपक्कफलैरुपेतं, सेवन्ति वायसगणा न तु राजहंसाः ॥ १॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy