SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુનિનિદા-અધિકાર. ૨૭૩ જાત્રા કરવાની ઇચ્છા થવાથી ઘરની ગાડી ડી ડાકોરજી તરફ ચાલ્યા, ત્યાં આવી ગોમતી સ્નાન ને રણછોડરાયના દર્શન કર્યા બાદ પાટીદારની સ્ત્રીએ પિતાના બેઉ હાથ પર છાપ લીધી. પાટીદારે તે એવા ડામથી બનશીબ રહેવાનું ધાર્યું. જાત્રા પૂરી કરીને પાટીદાર અને તેની આ ઘર તરફ પાછાં વળ્યાં. પટલાણી ગાડીને પેણે ભાગ કી મેટી પલાંઠી વાળી ગાડામાં બેઠી છે, પાટીદાર રાશે ઢીલી મૂકી પટલાણ સામું હે રાખી વાત કરો અને બળદ અટકી જાય ત્યારે ડ ચકારી વગાડતે જાય છે. તેવામાં એક સુરદાસ માર્ગમાં અહીંથી તહીં આથડીયાં ખાતે તેમની નજરે પડયે તેને કોઈ પાટીદારની એારતને દયા આવી ને ગાડી ઉભી રખાવી બાવાને પૂછયું કે “મહારાજ ? આમથી તેમ રખડે છે શા સારૂ ?” બાવાએ ઉત્તર દીધું કે “બાઈ મેં રસ્તા ભૂલ ગયા હૈ, બહુત દેરસેં હૂંઢતા હૈ લેકીન પત્તા નહિ લગતા; મેં સુરદાસ હૈ, ઔર શામકા વખ હૈ, સે મેરેપર કિરપા કરકે નજીકકે ગાઉએ પહુંચવાએ તે રણછોડ છ તુમ્હારા ભલા કરેગા, ” ખાવા કરૂણ જનક કાલાવાલા સાંભળી બાઈનું દીલ દયાથી પીગળ્યું, અને પિતાના ધણીને કહ્યું આ સુરદાસને આપણું ગાડામાં બેસાડી નજીકના ગામ આગળ ઉતારી મુકી એ તે ઠીક. નહિ તે તેને આ વગડામાં કઈ જનાવર મારી નાખશે. પાટીદાર પહોંચેલ હતું. બાઈના જે છેક પોચા હૃદયને તથા ભેળે નહોતું. તેણે કહ્યું, ઉપરકી તે અછી, મગર ભીતરકી તે રામજી જાણે, સુરદાસ મોડેથી મીઠું મીઠું બેલે છે, પણ તે અજાણ્યો અને પરદેશી છે. માટે તેને સાથે બેસાડી લઈ જવો તે અજાણ્યું ફળ ચાખવા બરાબર છે. તેથી વખતે માઠું પરિણામ પણ નીપજે. માટે આપણે તેને તે ચઢાવીએ. એટલે એની મેળે ચાલ્યા જશે. સુરદાસે ઘણી આજીજી. કરવા માંડી તેથી તથા બાઈડીના ઘણા આગ્રહથી પાટીદારે તેને તેના સામાન સહિત ગાડીમાં બેસાડી ગાડી ચાલતી કરી. થોડીવારે એક ગામ આવું. ત્યાં આગળ ગાડી ઉભી રાખી સુરદાસને પાટીદારે કહ્યું... સુરદાસ, આ ગામ મોટું છે માટે ઉતરી જાઓ, અમારે સાંજ પડે છે તેથી જલદીથી જવું છે. સુરદાસ–અબે કુનબી? કીસકું ઉતરને બેલતા હૈ! પાટીદાર-મહારાજ તમને સુરદાસ–હમને તુમ્હારી ગાડી ભાડે કીયી હૈ, સે તુમ મુકામપે નહિ પહુચ+ વિષ્ણુના શંખ, ચક્ર, ગદા, પદ્મના આકારમાં લોઢાના બિબા ઉના કરીને ચાંપે છે તે # સુરદાસ એક ભકત તથા કવિ થઈ ગયો તે આંધળે હતું તેથી હાલ દરેક સાધુ પિતાને સુરદાસ કહે છે ને લોકો પણ તેજ નામે બોલાવે છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy