________________
પરિક છેદ દુનિનિદા-અધિકાર.
૩૪૩ માંથી અગ્નિ, અને લીંબડામાંથી સાકર ઉત્પન્ન થાય, પરંતુ સત્પરૂષોએ વખાણેલું વચન હત (હણાયેલ) બુદ્ધિવાળા દુર્જન પુરૂષમાંથી એટલે તેના મુખમાંથી નિકળતુ નથી. ૩૩
સુજ્ઞ મનુષ્ય સર્ષની માફક કોને છોડી દેવો? सर्वोद्वेगविक्षचणः प्रचुररुङ्मुञ्चन्नवाच्यं विषं, प्राणाकर्षपदोपदेशकुटिलस्वान्तो विजिह्वान्वितः । भीमभ्रान्तविलोचनोऽसमगतिः शश्वद्दयावर्जित
शिछद्रान्वेषणतत्परो भुजगवद्वयॊ बुधैर्दुर्जनः ॥ ३४ ॥ સર્વને ઉદ્દેગ ઉત્પન્ન કરવામાં ચતુર, ભયંકર તેજવાળે, ન બોલવા ગ્ય વ.. ચનરૂપી ઝેરને મુકો, અન્યના પ્રાણ લઈ લેવાના સ્થાનના ઉપદેશને લીધે કુટિલ સ્વભાવવાળો, બે જીભવાળો, એટલે ઘડી આમ તે ઘડી આમ એમ બોલવાવાળે, ભયંકર ચક્કળ વક્કળ નેત્રવાળે, વાંકી ગતિવાળે, હમેશાં દયાથી વર્જિત, બીજાનાં છિદ્ર ગોતવામાં તત્પર એ દુર્જન મનુષ્ય સપની માફક વર્જવા ગ્ય છે એટલે સજન પુરૂષે આવા દુર્જનને ત્યાગ કરે હિતકર છે. ૩૪
સાધુ તથા દુર્જનની સમાનતા. धर्माधर्मविचारणाविरहिताः सन्मार्गविद्वेषिणो, निन्द्याचारविधौ समुद्यतधियः स्वार्थैकनिष्टापराः । दुःखोत्पादकवाक्यभाषणरताः सर्वाप्रशंसाकरा
द्रष्टव्या अपरिग्रहबतिसमा विद्वज्जनैर्दुर्जनाः ॥ ३५ ॥ વિદ્વાન પુરૂષોએ દુર્જન પુરૂષને નિષ્પરિવડ એવા વૃતિ (સાધુઓ) સમાન જાણવા. કેમકે સાધુએ બ્રહ્મદશાને પ્રાપ્ત થવાથી ધર્મ અધર્મના વિચારથી રહિત છે તેમ દુર્જન પુરૂષે પણ ધર્મ અધર્મના વિચાર વગરના છે. સાધુઓ જગતમાં ચાલતા અનેક સાંસારિક ધર્મોને દ્વેષ કરનારા માને છે, તેમ દુર્જન પુરૂષે ઉત્તમ એવા ધર્મ માર્ગને ઢષ કરનાર ગણે છે. સાધુઓ મેહાન્ય પ્રાણીઓની નજરથી નિન્દાને
ગ્ય એવા આચારવાળા છે. તેમ દુર્જન પણ લેકનિન્જ એવા આચાર (ચેરી વગેરે) કરવામાં ઉદ્યમયુક્ત બુદ્ધિવાળા છે. સાધુએ પોતાના આત્માનું ભલું કરવું તેવી એક નિષ્ઠાવાળા છે, તેમ દુર્જન પુરૂષો કેવળ સ્વાર્થપરાયણ છે. સાધુઓ બીજાને દુઃખ ઉપજ કરનાર વાતે (એટલે સત્ય વાત કહેવાથી મનુષ્યને દુઃખ થાય છે) તેઓ નિ:સ્પૃહી હોવાથી કરતા નથી, તેમ દુર્જન પુરૂષે પણ દુષ્કર્મ છુપાવવા મન રહે છે. સાધુઓ એક મેક્ષસુખ સિવાય બીજા તમામ પ્રકારના સુચની નિન્દા કરવાવાળા છે, તેમ