SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ત્યારબાદ આરાધનના સંબધે બોલતાં સર્વતત્વના સારરૂપ મહામંત્ર નૈકારના સ્વરૂપને બહુ વિસ્તારથી સમજાવવામાં આવેલ છે, તેમજ તિથૌધિરાજ સિદ્ધાચળ મહાસભ્યને ટુંકમાં દાખલ કરવામાં આવેલ છે. અવલંબન ક્રિયા સાથે કર્મ નિર્જાથે મનમર્કટને અંકુશમાં રાખવા તપશ્ચર્યા એ મુખ્ય સાધન છે. આ હેતુથી ત્યારબાદ તપશ્ચર્યાના સ્વરૂપને સમજાવી તેના માટે ઉઝમણા (ઉઘાપના)આદિ થતી ક્રિયાઓની આવશ્યકતા હેતુ પુરસર સમજાવવાને પણ ખાસ યત્ન કર્યો છે.. ભક્તિ અને ઉપાસના અથે ઉપરોકત વિષે ચર્ચવા પછી સર્વ ક્રિયા કર્મ ના અવલંબનરૂપ દેવના સ્વરૂપને ઓળખાવવાને ખાસ વિસ્તારથી લખાએલ છે. જેમાં કઈ પણ ધર્મ માટે સુદેવના લક્ષણ શું છે તે સમજાવવાને ખાસ પ્રયત્ન કર્યો છે. કે જેમ કરતાં દેવ તરીકે કયા અઢાર છે ત્યાજ્ય છે. અને કયા ચે. ત્રીશ અતિષયે તેમની યેગ્યતા દર્શાવે છે, તે વિસ્તારથી જણાવી તેવા સ.. ગુણ સંપન્ન કઈ પણ દેવને દેવ તરીકે સ્વીકારવા ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહિ પણ તેવા સર્વગુણ વિભૂષિત અહત પ્રભુને ઓળખાવતાં મનુષ્ય કેટીમાંથી તિર્થંકર પદ પ્રાપ્ત કરવાના પ્રસંગે તેમના જન્મ દિક્ષા અને કેવલ્ય તેમજ નિર્વાણ મહીમાના સ્વરૂપને સમજાવવા સાથે કેવલ્યાવસ્થાની પ્રાપ્તિ માટે મનુષ્ય કયા ધોરણે અધિકાર પ્રાપ્ત કરી શકે તે સમજાવી દેવના સ્વરૂપનું ભાન કરાવતાં પ્રથમ પરિચ્છેદ પૂર્ણ કરવામાં આવ્યો છે. બીજા પરિચ્છેદમાં ગુરૂના સ્વરૂપને ઓળખાવવાને યત્ન થયેલ છે. અને તે માટે અઢાર અધિકારે રાખેલ છે, જેમાં પ્રથમ સુસાધુના લક્ષણ અને આચરણની ઓળખ આપી, ધર્મભેદ વિના સાધુ તરીકેની લાયકાત ધરાવતા જીવનને નિર્મળ સ્વરૂપમાં સમજાવવાને બહુ ફુટ રીતે પ્રયત્ન કર્યો છે. અને તે સાથે સાધુ ધર્મના મુખ્ય લક્ષણો સ્થિરતા-સંતષિ-નિરાબાધપણું (લેમ અને મમત્વને ત્યાગ) નિસ્પૃહતા (મેહ અને માયાને ત્યાગ) અને નિર્ભય અવસ્થાના સ્વરૂપને સમજાવી સાધુ જીવનનું તત્વદૃષ્ટિ તરફ પ્રયાણ કરાવી, તે સ્થિતિ વચ્ચે તેમને સર્વ સમૃદ્ધિ (દેવઅપવર્ગ સુખ) સહજ પ્રાપ્ત થવાની શાસ્ત્રાધારે ખાત્રી કરી આપી છે. આટલી ઉચ્ચ કક્ષાએ સાધુ જીવનને મુકવા પછી તેમની ગુરૂ તરીકેની યોગ્ય તા સમજાવવા સાથે તેમના આત્મજ્ઞાનની મહત્તા વર્ણવી છે. અને તે સાથે ગુરૂસ્તુ. તિ કરી ગુરૂ આવશ્યક્તા પુરવાર કરતાં સાધુ તરીકેની લાયકાતના મુખ્ય ગુણ સરલતા તેમજ સત્યવક્તા પણ માટે વિસ્તારથી અનુભવ કરાવ્યો છે. આગળ વધતાં વંદનિય ગુરૂવ પિતાની પાછળ ગ્ય વારસે ( શિષ્ય સંપ્રદાય) કેવી કુશાગ્ર બુદ્ધિથી સબધી તૈયાર કરી શકે છે તે દર્શાવતાં શિષ્યને. હિતબોધના શિક્ષાસુત્ર આપી વિષયને વધારે વિકાસ આપે છે, અને તેમાં સ્વામી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy