SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુવક્તા અધિકાર ज्योतिर्विमूढस्य हि दीपपातिनो गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥९॥ દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી સ્વાત્મપૂજા માટે શાસ્ત્રને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં ફસાયેલા દીવામાં પડનાર પતંગિયાની આંખો તેને શું લાભ કરનારી છે? ૯ ભાવાર્થ-આંખ વગર જીવન અકારું છે, પણ તેજ આંખેને દુરૂપયેગ થાય તે તેઓ જ આ જીવનને નાશ કરે છે. જેમકે પતંગિયું આંખથીજ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ વગર દુર્ગતિને નાશ થતો નથી, પણ જ્યારે તેજ અભ્યાસ પિતાની પૂજા સત્કાર માટે તેમજ પહેલી ખુરશી મેળવવા માટે એટલે માનની પિપાસાથી થયો હોય ત્યારે નિષ્ફળ થાય છે એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહે તે ભલે, પણ શાસકાર એને નુકશાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે કે ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીની અભ્યાસના ફળ તરીકે એ ઈચ્છા નહેવી જઈએ એ ઈચ્છા થઈ કે બ. ધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ તેટલા માટે વિષય પ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધ. માં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે, એ વર્તન વગર જ્ઞાનથી લાભ થતું નથી તે જેમ અત્ર દષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ અષ્ટકમાં લેવા જ્ઞાનને મહા આ પાયના કારણરૂપ કહ્યું છે + આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર અનુભવ કરીએ છીએ. જેઓ અવ્યવસ્થિત પણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે તેઓને પિતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતા નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર પરિણામ આવે છે અને અંતઃકરણની કેળવણીને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે તે સમજવું કે તેનું જ્ઞાન પ્રથમની પક્તિ ઉપરજ છે, પ્રવૃત્તિમાં આત્માને યથાસ્થિત લાભ અલાભને સદ્દભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આપ્યું બર માત્ર છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. ૯ ૯ જ્ઞાનની ક્રિયા સાથે સંબંધ, अधीतिमात्रेण फलन्ति नागमाः समीहितैर्जीवसुखैर्भवान्तरे । + જુઓ હરિભદ્રસૂરિનાં અષ્ટક નવમાનો ત્રીજે લોક. - ૯ થી ૧૪ અધ્યાત્મકલ્પકુમ.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy