SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ --^^^^^^^^^^^^^, વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ ભાવાથ–પ્રમાદ કરવાથી સંસાર સમુદ્રમાં પાત થાય છે, સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃત રાખ્યા વગરને વ્યવહાર નિંદ્ય છે, હેય છે, અધઃપાત કરાવનારો છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલ હોય તે આત્મજાગૃતિ કરી શકતું નથી. આ બન્ને વચન બરાબર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનું તેટલા માટે જ ફરમાન છે અને છદ્મસ્થપણામાં અપ્રમત્તદશા તેમજ પ્રમત્તદશાની સ્થિતિના સંબંધમાં જે શાસ્ત્રકારને લેખ છે તે યથાસ્થિત છે. અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણ, મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં ન પડવાને ઉપદેશ છે. એ પ્રમાદ કરનારે જીવ અવશ્ય ઉત્ક્રાંતિમાં નીચે પડી જાય છે, અને સાથે જો મત્સર-ઈષ્ય કરે તે તે પછી અધઃપાત થતી વખત ગળે મેટો પથરો બાંધે છે તેથી એનાથી તરીને ઉ. પરજ આવી શકાતું નથી અને બિચારે ક્ષણિક સુખ ખાતર અનંત કાળ સુધી સં. સારસમુદ્રને તળીએ સબડ્યા કરે છે. અત્ર પરમત્સર ન કરે, પરઅવર્ણવાદ ને બોલવા અને પ્રમાદ ન કરે એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપયોગી છે, પણ બીજાને તેનું ઉપયોગીપણું ઓછું નથી. ૧૯ વતન્તતિ૮ (૨૦ થી ૩૧) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मनस्य प्रतिग्रहभरस्य न निष्क्रियोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यश्च दास्यति परत्र किमित्यवेहि ॥ २० ॥ મારા જાણવા પ્રમાણે હે આત્મન ! આવા પ્રકારના સંયમ અને તેથી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વિગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરૂં થતુ નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણુ શું થશે? અને પરલોકમાં સુખ કોણ આ પશે? તેને તે વિચાર કર. | ભાવાર્થ-+ બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અથવા તદ્દન બાહાબર માટે કરવામાં આવે તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વિગેરે યતિને મફત મળે છે, જેને માટે સુરિ મહારાજ કઠે છે કે ઉકત દેખાતા માત્ર તપ સંયમથી તે તેનું ભાડું પણ વળતું નથી માટે તે યતિ! તારું સમર્થ રોયન મા પાયg “ગતમ! સમય માવ પણ પ્રમાદ કરીશ નહીં. એ વાક્ય પ્રમાદનું અત્યંત અનર્થકારીપણું બતાવવા માટે જ સમયે સરખા સુક્ષ્મ કાળને માટે પ્રવેલું છે. કેમકે સમયપ્રમાણુ ઉપયોગ છદ્મસ્થનો હેતો નથી, પણ અંતમુહૂર્ત પ્રમાણ જ હોય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy