SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર. લોક સકારને હેતુ, ગુણુ વગરની ગતિ વરાથવિ. गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । . विना गुणान् वेषमृषेर्विभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः ॥१३॥ આ લેકે તારા ગુણેને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્ય તને આપે છે. હવે જો ગુણ વગર ફષિ (યતિ)ને વેશ તુ ધારણ કરતે હઈશ તે ઠગના જેવી તારી ગતિ થશે. ભાવાથ–અર્થ સ્પષ્ટ છે. મૂળ તારા સેવકે સારાં કપડાં તને આપવા ઈચ્છે છે. ઘરમાં સારી વસ્તુ કરે તે તેને પ્રથમ આમંત્રણ કરે છે પિતે ઝુંપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પિતાના વહાલા પુત્ર પુત્રીને પણ તારા શિષ્યપણે અર્પણ કરી દે છે; એ બધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણે વિગેરે દશ યતિ ધર્મો છે, એમ ધારોને આપે છે. આ ગુણે વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમા અપાય અને જીંદગીનું ફળ પણ તેવું જ મળે. - આ તેરમા કલેકમાં લેકરંજનથી અટકી મુનિપણને ગુણ ગ્રહણ કરવા ઉ. પદેશ કર્યો છે. દંભ-કપટ વિગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનું છે. સ્વમાનના રૂપમાં આ જમાના માં દંભને સારૂં રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દભ શું છે તે સમજી જવું જોઈએ. આ મીઠે અવગુણ બધિવૃક્ષને ઘાત કરે છે અને પ્રાણીને પિતાની ખરી ફરજ શું છે. તેને ખ્યાલ આવવા દેતે નથી દરેક યતિ-સાધુએ યાદ રાખવું કે તેનું કામ લોકેને કેવળ ખુશી કરવાનું નથી, પણ બરાબર શુદ્ધ માર્ગે દોરવાનું છે, દુનિયાના ઉપદે. શક હવાને દા એકાંતમાં કુકર્મ કરે એવા શેખીનેને માટે તે અધે લોક તૈયાર છે, પણ અત્ર કપેલા મુનિવર્ય તે મનમાં પણ ખરાબ વિચાર લાવે નહિ અને કાયાનું વર્તન તે બહુજ શુદ્ધ રાખે. આવા મુનિ તેજ સાધુ કહેવાય, બાકી તે વતિના જતિ અને ગુરૂજીને ગરજી થઈ ગયા છે. તે શબ્દની માફક વતનમાં પણુ અપભ્રંશ બતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનને ફેલાવો કરે ! ૧ આ શ્લોક પરથી વૈરાગ્યવાન પુત્રપુત્રીને શિષ્ય તરીકે વહેરાવવાને પ્રચાર અગાઉ હતો એમ જણાય છે. આ બાબતમાં ગ્રહો અને માતા ઉદાર ચિત્ત રહેતાં હતાં. તેમજ સાધુઓ પણ શિષ્યને વહોરી લેતા હતા એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વિગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સંબધમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્રપુત્રી વહરાવવાનો ક્રમ સ્પષ્ટ બતાવે છે અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધમ. સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy