SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. mamanna યતિશિક્ષાપદેશ–અધિકાર તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા ૫નાય છે. હવે પછીના લેકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ ઉપયોગી છે, તે પ્રકીર્ણ હવા સાથે યથાસ્થિત છે તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. ૧૦ ચારિત્ર પ્રાપ્તિ–પ્રમાદ ત્યાગ, पाप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः। भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो, हतोऽसि दुःखैस्तदनन्तकालम्॥११॥ મહાકણથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દે ષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદે વડે હે ભિક્ષુ! તું સંસાર સમુદ્રમાં પડતું જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુખ ખમીશ. ભાવ-સ્કર્મબંધન દ્વારા તારા પિતાના ઉત્પન્ન કરેલા વિષય પ્રમાદે છે અને તેને જે પ્રચાર થવા દઇશ તે પછી અનંતકાળ સુધી તારે દુખે ખમવાં પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય પ્રમાદ અને તજજન્ય ક્રિયા ભવભ્રમણુનો જ હેતુ થાય છે. સુજ્ઞજીવ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરતા નથી, એમ જાણવા છતાં આ જીવ ગમે તેવું વર્તન ચલાવે તો પછી વાસ્તવિક રીતે અનંત દુઃખસમુદ્રમાં બતે જાય તેમાં નવાઈ નથી. ૧૧ પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ.) કુતવિન્વિત. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् * । परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ १२॥ તું તપ, યમ અને સંયમની નિયત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરીવહાદિનું દુઃખ) સહન કરવામાં માટે ગુણ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ. વિવેચન–તપ બાર પ્રકાર છે છ બાહ્ય અને છ અત્યંતર. બાહ્યતામાં ઉપવાસ વિગેરે આવે છે, અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત વિગેરે આવે છે. + યમ પાંચ છે. જવ વધત્યાગ, સત્ય વચન ઉચ્ચારણું, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિસ્મરણ થયેલું અથવા ફેકેલું પરદ્રવ્ય ન લેવું તે અથવા સર્વથા ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂછનો ત્યાગ; એટલે ટૂંકમાં કહીએ તે પાંચ અણુવ્રતે કે મહાવ્રતનું આદરવું એ યમ છે. ઉ૫ર લખેલાં પાંચ મ. * गुणो महान् इतिस्थाने शिवं गुण इति वा पाठः
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy