SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ આથી મુનિવર્ગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પોતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આતે સમજવા લાગ્યા છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અંધકાર અને અથડામણ વિશેષ છે ખરાં, પણ કંઈક સંતોષ થાય એવી સ્થિત સૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં. • મુનિઓએ કેવા થવું અને શું કરવું એ બે પ્રશ્ન હમેશાં વિચારવા જોઈએ. તેમના કેટલાક ધર્મો દેશકાલાદિની દષ્ટિએ ફેરવાય છે, કેટલાક નથી ફેરવાતા. જમાનાનો વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તત્પ રહેવું જોઈએ. ભગવાન, શંકર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વાત્ય અને કેન્ટ, મીલ, હર્બટ, સ્પેન્સર વિગેરે પાશ્ચાત્ય તક વજ્ઞ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારોને પ્રવાહ, સંબંધ, સહવાસ અને આ જુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સંકારે, એ સર્વ પર લક્ષ આપી હાલની કર્તવ્ય યોજના ઘડવાને દીર્ઘ દૃષ્ટિથી અભ્યાસ કરનાર, ઘડેલી યેજનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ (સત્તા) ધરાવનાર મુનિવર્ગની અત્યારે જરૂર છે. પાશ્ચાત્ય તત્વજ્ઞોના ઉલેખે અને સ્વતંત્ર લેખેથી વાકેફ થઈ નવ શિક્ષિત યુવકને નવીન પદ્ધતિએ જૈન ધર્મનાં રહસ્યભૂત તત્ત્વ સમજાવવાની અગત્ય છે. નવીન ફિલેસેણિી સાથે જૈન તત્ત્વજ્ઞાનને સરખાવી સર્વ હકીક્ત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાન સામગ્રી મેળવવી જોઈએ. પ્રજાની જરૂરીઆતો અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચાર પૂરકસર ઉપદેશ પદ્ધતિ ઘડવી જોઈએ પ્રજાહિત અને આત્મહિતના વિશુદ્ધ સંકલપ અને સત્ય વિચારોમાં નિમગ્ન રહેવું જોઈએ, એમ અનેક વિધિઓ જમાનાની નજરે બતાવી શકાય એમ છે. સમાજરૂપ ગાડાને ગ્ય માર્ગે દેરો જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એ મુનિ વગગ્ય માર્ગને જ્ઞાનવાળે, તેને માર્ગે દેરો જવાથી શક્તિવાળો કુશળ, વિવેકી હવે જોઈએ એ નિઃસંદેહ છે. એ વર્ગ તે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સવનું છે. વાસ્તવિક રીતે મુનિઓને કર્તવ્ય પ્રદેશ સંકુચિત નહિ પણ વિશાળ છે. વિસ્તાર ભયથી અહિ તે કંઈક દિગદર્શન આ પ્રમાણે થઈ શકે – (૧) મુનિજીવનને પાયે વિશુદ્ધ વૈરાગ અને વિવેક ઉપર રાવે જોઇએ. (૨) વિવેક–વૈરાગ સંપન્ન જ્ઞાતિ મુનિ હોય તે જ પોતાના કર્તવ્ય પદેશનું સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે. (૩) કર્તવ્ય જાણવાની ઈચ્છા, ર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની દઢતા એ કર્તવ્ય નિષ્ઠાનાં ત્રણ અંગ છે, આ ત્રણમાંથી એક પણ અંગ જેમાં ન્યૂન ન હોય તેજ કર્તવ્યનિષ્ઠ રહી શકે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy