SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ nnnnnnnnnnnnnnnnnn manninn વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ મહાત્માઓના પગ પાસે પિતાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા તેમના સામે હાથ જોડી ઉભા રહેતા હતા, અને આ મહાત્માઓ પણ તત્વભાવનાએમાં, તત્વચિંતનમાં,સ્વકતવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વથી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ, પરંતુ ક્યાં છે એ મનહર ચિત્ર,કયાં છે એ ઉત્તમ વાતાવરણથીયુકત સ્થાનકે ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ,ક્યાં છે એ ધર્મ પર રૂચિરાખનારા શ્રદ્ધાળુ શ્રેતા વર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ લાધ્ય પરિણામે ? શી કાળની વિચિત્રતા, બ્રહના અવળા યેાગ ! શી અગમ્ય કારણેની પરંપરા! આજ એમાનું કશું નથી. કશું નથી એટલે કેવળ શૂન્ય છે એમ નથી, અમારા આ ઉદ્ગાર સમગ્ર રીતે છે નહિ, હાય શકે પણ નહિ, ગમે તેમ તેઓ માનવદષ્ટિ પરિચ્છિજ છે; અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દૃષ્ટિની પરિચ્છિન્નતા તથા જ્ઞાનની અલપતાના અંશ, એ ઉદ્દગાર કહાડવાનાં કારણેમાં ભળી જાય જ. આવી સ્થિ તિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્દગાર માટે કષાય ત્યાગી સાધુ મહાત્માઓ તથા શ્રાવક વાં ક્ષમાદષ્ટ રાખશે એવી આશા છે. વસ્ત્ર પાત્રાદિ ઉપકરણની તાલ મેલ, શિષ્ય ક્ષેત્ર અને પુસ્તકેષણ, આહાર પાણીની તજવીજ અને ગોચરીના જ નિયમનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામ ગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શોકની વાત કઈ છે વારૂ? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્ર સિદ્ધાન્તના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાંચનને, કાવ્ય વ્યાકરણું સાહિત્ય ફિલણી આદિના અભ્યાસને, વિશ્ચર્ચા. ને, અન્ય ધર્મના વિચારેના સંસર્ગનો વગેરેને નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સક્રિયા થાય તે ધર્મને ભંગ થાય, સમકિત નાશ થાય. કર્મબંધ થાય એવી માન્યતાથી કેવળ અહત્વ પૂર્વક આત્મપરાયણ રહેવામાં ધર્મ અને મુનિત્વ સમાયેલાં રહમજાય છે. મુસ્તિત્વ શામાં છે એને શાસ્ત્ર તેમ વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તે નહિજ જણાય કે, નિયમ બદ્ધ ખાનપાનના પાલનમાં, ડેળ તમાકવાળાં ટાપ ટીપીઆં ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાં તેવાં પુસ્તકો બહાર પાડવામાં મુનિત્વ સમાયેલું છે, તે પછી પરસ્પર વિદ્વેષ કરવામાં અન્યના છિદ્દે તપાસવામાં, અન્યના જરા જેટલા દેષને મહેાટે કરી બતાવવામાં ઝીણી ઝીણી વાતને મનમાં રાખી કુસંપ વધારવામાં, પોતાના વાડામાંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી ડાટાં ડાંગરાં લઈ સામ સામા શબ્દ વિષયથી ભર્યા પ્રહારો કરવામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપંચમાં પડવામાં, અને બિચારા ભેળા અજ્ઞાત વર્ગને ફસાવામાં મુનિત્વ શાનુંજ :
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy